ડાકોર સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર પર મધ્યરાત્રે ટોળાએ હુમલો કરી માર માર્યો
પાવાગઢ જતા સંઘની બે મહિલાને બાઈકે ટક્કર મારતાં હોસ્પિટલ લવાયા અને બબાલ થઈ
ખેડા જિલ્લાના ડાકોર ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં રવિવારે મધ્યરાત્રે અકસ્માતમાં ઘાયલ થયેલી બે મહિલાને મેડિકલે ઓફિસરે સારવાર કરી એટલે તેમની સાથે આવેલા ૧૩ જેટલા વ્યક્તિઓએ અહીંયા કેમ મહિલા ડોક્ટર નથી તેમ કહી તેમની ઉપર હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જે અંગે તેમણે ડાકોરના જ ૧૩ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાત જાણે એમ છે કે ડાકોર થી કાલસર જવાના રોડ ઉપર ગઈકાલે રાત્રે એક સંઘ પાવાગઢ જવા નીકળ્યો હતો જે સંઘના બે મહિલાઓને બાઈક ચાલકે ટક્કર મારતા મહિલાઓને ઈજાઓ પહોંચી હતી તો સાથે બાઈક ચાલક પણ સ્લીપ ખાઈ જતા તેને પણ ઈજાઓ પહોંચી હતી ઘટનાની જાણ થતા ૧૦૮ ઘટના સ્થળ પર પહોંચી ૧૦૮ માં રહેલા ડોક્ટર દ્વારા તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની વાત કરી પરંતુ ત્યાં રહેલા ઈજાગ્રસ્ત મહિલાઓના સગાઓ દ્વારા ૧૦૮ માં માત્ર મહિલાઓને જ લઈ જવાની વાત કરી જ્યારે અકસ્માત સર્જનાર બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ ના ડોક્ટર દ્વારા બાઈક ચાલકને પણ ૧૦૮ માં લઈ જઈ સારવાર આપવાની વાત કરી ઈજાગ્રસ્ત મહિલાના સગાઓએ ઈજાગ્રસ્ત મહિલાઓને ૧૦૮ માં નહીં લઈ જઈ ખાનગી વાહનમાં સારવાર અર્થે ડાકોર સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.
પોલીસે આપેલી માહિતી અનુસાર આ કામના આરોપીઓએ એક સંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી જેમાં આરોપીઓ (૧) રાજકુમાર વિનોદચંન્દ્ર રાણા રહે. ડાકોર તા.ઠાસરા (૨) સતપાલસિહ મનુભાઇ ચૌહાણ રહે. વણોતી તા.ઠાસરા (૩) ભરતસિહ લક્ષ્મણસિહ ચૌહાણ રહે. ડાકોર તા.ઠાસરા (૪) ભાથીભાઇ બગીવાળાનો છોકરો આકાશભાઇ (૫) સુમીત્રાબેન ભરતસિહ ચૌહાણ (૬) ગીતાબેન લક્ષ્મણસિહ ચૌહાણ રહે. ડાકોર (૭) મહંત મોહનદાસ રહે. ડાકોર નરસિહ ટેકરી (૮) ભાવુભાઇ રહે. ડાકોર કાંઠીવાળુ ફળીયુ તથા બીજા સાતેક માણસો જેઓના નામ ખબર નથી તેઓ તમામ તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના કલાક ૨૨/૫૦ વાગે ડાકોર એસ.ડી.એચ હોસ્પિટલમાં આવી મહીલા ડોકટર કેમ નથી તેમ કહી ફરીયાદીની મેડીકલ ઓફિસરની કાયદેસરની ફરજ દરમ્યાન રૂકાવટ કરી એકદમ ઉશકેરાઇ જઇ ફરીયાદીને ગમે તેમ ગાળો બોલી ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદીને લાતોથી માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત સામે આવી છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प