નવસારી આશાપુરી મંદિર પાસે સીએનજી કારમાં લાગી આગ
આગ લાગવાને કારણે સુરક્ષાને પગલે શાળાના બાળકોને આશાપુરી મંદિરમાં ખસેડાયા
નવસારીના આશાપુરી મંદિર પાસે એબી કિડ્ઝ સ્કૂલની નીચે સીએનજી વાનમાં આગ લાગી હતી. કારમાં લાગવાને કારણે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને વાનમાં સવાર બે બાળકો અને એક સ્ત્રીને ઉતારી દીધા હતા. શરૂઆતમાં આગ મોટા પ્રમાણમાં ન હોય તેને બુઝાવવા માટે સ્થાનિકોએ પાસેની દુકાનમાંથી ફાયર એક્સટીંગ્યુસર વડે આગ રોકવાના પ્રયત્નો કર્યા હતા. પણ કાબુમાં ન આવતા તાત્કાલિક સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. જોકે, સમય વીતવાની સાથે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડા સાથે આગની મોટી મોટી જ્વાળાઓ જોવા મળી હતી. જે બાદ ફાયર વિભાગે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો, સમય રહેતા આગ બુઝાવવામાં આવી ન હોત તો સીએનજી બાટલામાં બ્લાસ્ટ થવાની સંભાવના પણ રહેલી હતી.
આ ઘટના દરમિયાન એ.બી. કિડ્ઝમાં આશરે 300 જેટલા બાળકો હતાં. આચર્યાએ સીસીટીવીમાં આગ જોતાની સાથે જ બાળકોને ક્લાસ રૂમમાંથી બહાર કાઢીને 100 જેટલા બાળકોને આશાપુરી મંદિરમાં મોકલાવી દીધા હતા તો અન્ય બાળકોને ઈમરજન્સી ગેટથી ગ્રાઉન્ડમાં ઉતારી દીધા હતા.
આગ લાગેલી કાર દુકાન પાસે બનાવવામાં આવેલ ઢાળ પાસે રોકાઈ ગઈ હતી. જો કાર દુકાન સાથે અથડાઈ હોત તો આગ દુકાનમાં લાગી અને બાદમાં દુકાનની ઉપર શાળામાં પણ પ્રસરી હોત. જેનાથી મોટી દુર્ઘટના સર્જાવા પામી હોત. જોકે, આ ઘટનામાં સ્થાનિકો અને શાળાના આચર્યાના જણાવ્યા પ્રમાણે, શરૂઆતમાં આગ કારના નીચેના ભાગે જ લાગી હતી. જો સમયસર ફાયર વિભાગ આવી જાત તો કાર સળગતા બચી ગઈ હોત. ફાયરની ગાડી 20 થી 25 મિનિટ મોડી આવવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प