सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Air Pollution: હવા પ્રદુષણ ફેફસાના ઇન્ફેક્શનનું ગંભીર કારણ, જુઓ અહી તેના અસરકારક ઉપાય

વાયુ પ્રદુષણનો સામનો કરવા માટે યોગ એક અસરકારક ઉપાય છે, જે શરીરના તમામ અંગોને સ્વસ્થ રાખે છે.

Jashu Bhai Solanki
  • Nov 1 2024 9:09AM

શિયાળાના શરુઆતમાં જ દિલ્હી એનસીએર સહિત દેશના મોટા ભાગના વિસ્તારમાં હવા પ્રદુષણમાં ખુબ જ વધારો થયો છે. અને આગામી દિવસોમાં હજુ પ્રદુષણ બગડે તેવી ધારણા છે. આવી પરિસ્થિતિમાં રોજાના યોગ કરવા જોઇએ, જેથી ફેફસાને આવી ઝેરી હવાથી સુરક્ષીત કરી શકાય. યોગા આસનો ફેફસા તેમજ શરીરના તમામ અંગોનો સ્વસ્થ રાખે છે. તેમજ વાયું પ્રદુષણ માટે મહત્વપૂર્ણ અને અસરકારક ઉપાય છે.  જે કિડની, લીવર, તેમજ હ્રદયને પણ મજબુત રાખે છે.

ફેફસાના સારા સ્વાસ્થ માટે યોગ કરવા જોઇએ

ઉષ્ટ્રાસન- દરરોજ થોડો સમય ઉષ્ટ્રાસનનો અભ્યાસ કરવાથી તમારા ફેફસાં મજબૂત રહે છે. આ યોગ કરવાથી કિડની અને લીવર પણ સ્વસ્થ રહે છે. આ યોગ આસન સવારે અડધી મિનિટ માટે શરૂ કરો.

અર્ધ ઉષ્ટ્રાસન - જે લોકોને ઉષ્ટ્રાસન  કરવામાં તકલીફ પડતી હોય તેઓ સરળતાથી અર્ધ ઉષ્ટ્રાસન કરી શકે છે. ફેફસાંને મજબૂત કરવા અને આખા શરીરને સ્વસ્થ રાખવા માટે આ એક સારો યોગ અભ્યાસ છે.

ગૌમુખાસન - આ આસન કરવાથી ફેફસાં સ્વસ્થ રહે છે અને ગેસ્ટ્રિક અને સર્વાઈકલ પેઈન જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. ગૌમુખાસન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તેનાથી થાક, તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે.

ભુજંગાસન - આ યોગ આસન ફેફસાં માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભુજંગાસન કરવાથી ફેફસાં સ્વસ્થ અને મજબૂત બને છે અને ફેફસાં સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. આ સાથે આ યોગાસન લીવર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

મર્કટાસન - આ આસન ફેફસાં માટે પણ સારું છે. આ ઉપરાંત તે કરોડરજ્જુને લવચીક બનાવવામાં મદદ કરે છે અને તેના જડમાંથી સાંધાનો દુખાવો દૂર કરે છે. તે કમરના દુખાવા અને પેટના દુખાવામાં પણ રાહત આપે છે. વક્રાસન - આ આસન કરવાથી ફેફસાં સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. આ આસનથી કિડની અને લીવર સ્વસ્થ બને છે અને પેટની ચરબી પણ ઓછી થાય છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार