सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદમાં આજે 20 કરોડના ખર્ચે નવનિર્મિત પૂ.રવિશંકર મહારાજ મહારાજ હૉલનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

નડિયાદ તાલુકાના ચકલાસી નજીક 151 યુગલોના સમૂહલગ્નમાં પણ મુખ્યમંત્રી નવદંપતિઓને આશીર્વાદ આપશે

મહેશ મહેતા
  • Apr 11 2025 5:42PM
નડિયાદ તાલુકાના ચકલાસી નજીક  નડિયાદ અને મહુધાના ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસથી યોજાનારા 151' યુગલોના સમૂહલગ્નમાં મુખ્યમંત્રી આશીર્વાદ આપનાર છે.તે પૂર્વે મહેમદાબાદ ખાતે  20 કરોડના ખર્ચે નવનિર્મિત પૂ.રવિશંકર મહારાજ હોલનું પણ મુખ્યમંત્રી લોકાર્પણ કરશે.આજ તારીખ 12-4-2025ના રોજ બપોરના 12-00 કલાકે આ કાર્યક્રમ યોજાશે.જેમાં શહેરના સૌ નાગરિકોને ખાસ ઉપસ્થિત રહેવા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે ખાસ જણાવ્યું છે.
  નવનિર્મિત ટાઉનહોલની વિગતો આપતાં નગર પ્રમુખ પ્રશાંતભાઈ પટેલે જણાવ્યું હતું કે,મહેમદાવાદના મહુધા રોડ ઉપર અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા 'પૂજ્ય રવિશંકર મહારાજ' હોલનું ભવ્ય નિર્માણ થયું છે.આ હોલ 20 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.ત્રણ માળના હોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બેંકવેટ હોલ જેમાં 1200 વ્યક્તિઓ આરામથી બેસી શકે અને આ ઉપરાંત રસોડુ છે. જ્યારે બીજા માળે સેન્ટ્રલ એ.સી ધરાવતી લાયબ્રેરી, જેમાં એકી સાથે 200 વિદ્યાર્થીઓ વાંચન કરી શકે તેવી સુવિધાઓ છે.આ સાથે ત્રીજા માળે સેન્ટ્રલ એ.સી ધરાવતો અધતન ઓડિટોરિયમ હોલ જે આ હોલની ખાસ વિશેષતા છે.આ હોલની આગળ ગાર્ડન અને અંદાજે 200 વાહનો પાર્ક થઈ શકે તેવો પાર્કિંગ એરિયા પણ છે. 
આ નિર્માણ પામેલા હોલનું નામ  'પૂજ્ય રવિશંકર મહારાજ' રાખવા પાછળ પણ ઈતિહાસ છે.મૂકસેવક અને ગુજરાત રાજ્યની ચળવળના પ્રણેતા પૂ.રવિશંકર મહારાજ મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામના વતની હતા અને તેમના નામથી મહેમદાવાદ પંથકની ઓળખાણ થતી હોય ખાસ તેમના માનમાં આ નામ આપવામાં આવ્યું છે.આ હોલ અંદાજે ત્રણ વર્ષના સમયગાળામાં બનાવાયો છે.મહેમદાવાદ શહેર માટે આ મોટું નજરાણું છે.
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,અમદાવાદના પૂર્વ સાંસદ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, દસક્રોઇના ધારાસભ્ય, વટવાના ધારાસભ્ય,ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય સહિત,ઔડાના અધિકારીઓ હાજર રહેશે.
 અત્રે નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીના ખેડા જિલ્લામાં પ્રવાસ પૂર્વે  ખેડા જિલ્લાના  કલેકટરએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જિલ્લાના મહેમદાવાદ તથા નડિયાદના ચકલાસી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સંદર્ભમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે મહેમદાવાદ ખાતે આયોજિત સ્થળની મુલાકાત લઈને સંબંધિત અધિકારીઓને વિવિધ સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીના અન્ય સ્થાનોએ પણ ઇ-લોકાર્પણના કાર્યક્રમ સંપન્ન થશે.

આ સાથે જ મુખ્યમંત્રી ચકલાસી ખાતેના સમૂહલગ્નમાં પણ ખાસ ઉપસ્થિત રહેશે તેમજ મહેમદાવાદથી કઠવાડા ખાતે નિર્મિત ઓડિટોરિયમ હૉલ,રણાસણ-એણાસણ ટી.પી. 412-બી-માં ઘોડાસર બ્રાન્ચ કેનાલ પર નિર્મિત માઇનોર બ્રિજ તેમજ જળ-જીવન મિશન અંતર્ગત દસક્રોઈ તાલુકાના વિવિધ ગામોમાં પીવાના પાણી માટે કડાદરા દેડવર્કસ આધારિત ટૂંક મેઇન લાઇન,સમ્પ,પમ્પિંગ સ્ટેશનની કામગીરી સહિતના કુલ રૂપિયા 142 કરોડના ખર્ચે નિર્મિત 4-પ્રકલ્પોનું પણ ઈ'લોકાર્પણ કરશે.આ ઉપરાંત મહેમદાવાદ ખાતે રાત્રિએ 9-00 કલાકે ગુજરાતી સાહિત્યના કસબીઓ દેવાયત ખાબડ અને હર્ષદાન ગઠવી ડાયરાની રંગત જમાવશે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार