सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નવરાત્રી 2024 : નવરાત્રીમાં આગામી પાંચ દિવસ વરસાદ, જુઓ ક્યા સ્થળોએ ખેલૈયાઓને પડી શકે છે મુશ્કેલી

ગુજરાતમાં નવરાત્રી તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઇ રહી છે. ખેલૈયાઓ મનભરીને માતાજીના ગરબા રમી રહ્યાં છે

Jashu Bhai Solanki
  • Oct 6 2024 1:43PM

ગુજરાતમામ નવરાત્રી પર્વ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. ખેલૈયાઓ મન ભરીને માતાજીના ગરબા રમી રહ્યા છે. પરંતુ આ વખતે ફરી એક વાર આફતના વદળા ઘેરાયેલા હોઇ તેવુ લાગી રહ્યું છે. હવાનામ નિષ્ણાંત આંબાલાલ પટેલે નવરાત્રીમાં પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી કરી છે. જો વરસાદ પડે તો ખેલૈયાઓને મુશ્કેલી પડી શકે છે. 

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યમાં ચોમાસાના વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ ચોમાસાનો વરસાદ પુરો નથી થયો, આગામી દિવસોમા એટલે કે આવતીકાલથી 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જામે તેવી પુરી શક્યતાઓ છે. આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. ખેલૈયાની મજા બગડતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. તેમના મતે આવતીકાલથી 12 ઓક્ટોબરની વચ્ચે હળવા વરસાદની શક્યતાઓ છે, આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આગામી 16 થી 22 ઓક્ટોબર વચ્ચે હળવાથી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ છે. 22 ઓક્ટોબરથી સવારમાં ઠંડીનો અહેસાસ થઇ શકે છે.

રાજ્યના આટલા ડેમ થયા છે ઓવરફ્લો 
રાજ્યના 207 પૈકી 130 જળાશયો ઓવરફ્લો થયા છે. તો દક્ષિણ ગુજરાતમાં 09 અને ઉત્તર ગુજરાતમાં 03 ડેમ છલોછલ ભરાઇ ગયા છે. તેમજ અન્ય જળાશયોમાં પણ હાઇ એલર્ટ છે. લોકોને અવરજવરની પણ મનાઇ છે. 

ચોમાસાની સિઝનનો કેટલો વરસાદ વરસ્યો
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 137.23 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં સૌથી વધુ સિઝનનો 184.86 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  જ્યારે સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 147.07 ટકા વરસાદ વરસ્યો છે.  દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 141.08 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 132.77 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 114.55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार