सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gandhinagar: રાજ્યમાં 160થી વધુ કેન્દ્રો પર શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી, જુઓ અહી તરીખ તેમજ અન્ય માહિતી

ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે.

Jashu Bhai Solanki
  • Nov 8 2024 12:09PM

ગુજરાતમાં મગફળીના ભારે ઉત્પાદનને ધ્યનામાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવે છે. આ અંગે કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું છે કે સાબરકાંઠાના હિમતનગર ખાતેથી મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ આગામી 11 નવેમ્બરના રોજ એકસાથે સાજ્યભરમાં 160થી વધુ કેન્દ્રો પરથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે. ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજયના કુલ 3,33,000થી વધુ ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલ તમામ ખેડુતો પાસેથી કુલ 1356.60 પ્રતિ મણના ભાવે પુરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.

કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારની તાજેતરમાં જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડુત પાસેથી વિસ્તાર આધારિત અધિકત્તમ 4000 કિગ્રા એટલે કે 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડુતોની લાગણી અને માંગણી ધ્યાનમાં રાખીને ટેકાના ભાવની નોંધણીના તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. આગામી 10 નવેમ્બર સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે.

રાજ્ય સરકાર ખેડુતો પાસેથી કુલ રુ.7645 કરોડના મુલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરશે. રૂ. ૪૫૦ કરોડના મૂલ્યની ૯૨,૦૦૦ મેટ્રિક ટન સોયાબીન, રૂ. ૩૭૦ કરોડના મૂલ્યની ૫૦,૯૭૦ મેટ્રિક ટન અડદ અને રૂ. ૭૦ કરોડના મૂલ્યની ૮,૦૦૦ મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. ૮,૪૭૪ કરોડના મુલ્યની આશરે ૧૨.૭૮ લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

હાલ રાજ્ય સરકાર દ્વારા મગ, અડદ અને સોયાબીનની ખેડુતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. અને રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરુ આયોજન હાથ ધરવામાં આવશે.

ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે મગફળીનો ટેકાનો ભાવ માટે રૂ. ૬,૭૮૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૫૬ પ્રતિ મણ), મગનો ટેકાનો ભાવ રૂ. ૮,૬૮૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૩૬ પ્રતિ મણ), અડદનો ટેકાનો ભાવ રૂ. ૭,૪૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૮૦ પ્રતિ મણ) તથા સોયાબિનનો ટેકાનો ભાવ રૂ. ૪,૮૯૨ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૯૭૮ પ્રતિ મણ) જાહેર કરવામાં આવ્યો છે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार