सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કાનુની કાર્યવાહી- સુરત- સુરતમાં વ્યક્તિને માર મારવો પી.આઇ. સોલંકીને પડ્યુ ભારે

નિર્દોષ વ્યક્તિને લાત મારવા બદલ પી.આઇ. ને રૂ. ત્રણ લાખનો દંડ.

Jashu Bhai Solanki
  • Sep 18 2024 2:27PM

હાઇકોર્ટના જજે કહ્યું – એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઇ ને યાદ રહેવું જોઇએ, કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે. સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકીએ ત્યાં આવીને કંઇપણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા.

આ ઘટના અંગે પોલીસે પીઆઇ સામે ફરિયાદ નોંધવા પણ ઇનકાર કર્યો હતો. જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કોઇપણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પીઆઇને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા પહેલા લાતનો દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ એવો નથી કે સત્તાનો દુરુપયોગ કરવો અને કોઇ પણ નિર્દોષ વ્યક્તિને હેરાન કરવા.

પોતાને હિરો સમજતા પીઆઇને માફ ન કરી શકાય, કાલે પોલીસ મને પણ લાત મારી શકે છે- હાઇકોર્ટ જજ 
હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે પીઆઇ પોતાને ફિલ્મના હીરોની જેમ જીપમાથી કુદીને સાધા નિર્દોષ વ્યક્તિને લાત મારે તે સીસીટીવી ફુટેજમાં દેખાતો પુરાવો છે, પોતાને હીરો સમજતા પીઆઇને કોઇ સંજોગોમાં માફ ન કરી શકાય. માટે દંડ કરવો જરૂરી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार