નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સુંદર "ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન" યોજાયું
સમગ્ર ખેડા જિલ્લામાંથી બાગાયતી ખેતી સાથે સંકળાયેલા કુલ ૪૦૦ જેટલા ખેડૂતોના નમુના મૂકાયા
નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક સુંદર "ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન"નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સમગ્ર ખેડા જિલ્લામાંથી બાગાયતી ખેતી સાથે સંકળાયેલા કુલ ૪૦૦ જેટલા ખેડૂતોના ફળ, ફૂલ અને શાકભાજી તથા બાગાયતી પ્રોસેસ્સડ પ્રોડક્ટના નમુના રજૂ કરવામાં આવ્યા છે.
આ પ્રદર્શનમાં કેટેગરી ૦૧ મા કેળ, પપૈયા, આમળા, લીમ્બુ, જામફળ, બોર સહિત ફળ પાક; કેટેગરી ૦૨માં
ગુલાબ, ગલગોટો, સેવંતિ, લીલી, પારસ સહિત
ફૂલ પાક; કેટેગરી ૦૩માં બ્રોકલી, નોલખોલ સહિત વિદેશી શાકભાજી પાક; કેટેગરી ૦૪માં કારેલા, ગીલોળા, પરવળ, તુરીયા, ગલકા, દૂધી સહિત વેલાવાળા શાકભાજી પાક;કેટેગરી ૦૫માં કોબીઝ, ફ્લાવર સહિત કોલ ક્રોપ; કેટેગરી ૦૬માં રીંગણ, ટામેટા અને મરચા પાક; કેટેગરી ૦૭માં ડુંગળી, બટાકા, બીટ, રતાળુ, શક્કરિયા, ગાજર, મુળા, હળદર, આદુ, લસણ સહિત કંદ પાક; કેટેગરી ૦૮માં લીલા પાદંડા વાળા શાકભાજી; કેટેગરી ૦૯માં વાોલડ પાપડી, તુવેર, ફણસી ચોળી, ગવાર, મોગરી, સરગવા સહિત
અન્ય શાકભાજી અને કેટેગરી ૧૦માં પ્રોસેસિંગ પ્રોડક્ટ, મધ, મશરૂમ સહિત ખેત પેદાશોનું રમણીય પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प