सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો એક દિવસીય પરીસંવાદ કાર્યક્રમ યોજાયો

ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે "ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન"ની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો

યેશા શાહ
  • Jan 9 2025 5:36PM
નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા નડિયાદના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસીય "બાગાયતી પાકોમાં રક્ષિત ખેતી" પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે ૪૦૦ થી વધુ બાગાયતી ખેતી કરતા ખેડૂતો ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ખેતી વિશેની વાત રજૂ કરી હતી અને સામે પક્ષે ખેડૂતોને બાગાયત ખાતા દ્વારા આપવામાં આવતી સરકારી યોજનાઓ લક્ષી માહિતી થી જાગૃત કરી પરિસંવાદ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત શાકભાજી પ્રદર્શન હરીફાઈની ૧૦ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ ખેડૂતોને અનુક્રમે ૫, ૪ અને ૩ હજાર રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ અવસરે સાંસદ દેવુંસિંહ ચૌહાણ દ્વારા "ફળ, ફૂલ અને શાકભાજી પ્રદર્શન"નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દેવુંસિંહ ચૌહાણ અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવે આ પ્રદર્શનને નિહાળી ફળ ફૂલ અને શાકભાજીની વિવિધ વેરાયટીઓ થી માહિતગાર થયા હતા. સાથે જ તેઓએ આ ખેતપેદાશોના ઉત્પાદક ખેડૂતો સાથે સંવાદ કરી જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે દેવુંસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ભારત એ કૃષિપ્રધાન દેશ છે. આજે દેશમાં વધતી જતી વસ્તીની તુલનાએ ખેતીલાયક જમીનનું પ્રમાણ ઘટ્યું છે. ત્યારે આટલી વિશાળ વસ્તીના નિર્વાહ હેતુ ખેતીમાં ટકાઉ અને વધુ ઉત્પાદન આવશ્યક છે. ત્યારે ખેડૂતો નાની જમીનમાં સારું વળતર મેળવતા થાય એ માટે સરકાર દ્વારા અનેકવિધ ખેતીલક્ષી યોજનાકીય સહાય આપવામાં આવે છે. માટે ખેડૂતોને પણ બાગાયત ખાતા દ્વારા શરૂ કરાયેલ વિવિધ યોજનાકીય લાભ મેળવી રસાયણમુક્ત અને ટકાઉ ખેતીની દિશામાં આગળ વધવા સાંસદએ અનુરોધ કર્યો હતો. 

આ અવસરે બાગાયતી ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પોતાની ખેતીના લાભ, ખેત પેદાશોનું બજાર, પ્રાકૃતિક ખેતી, ખેતીના પ્રવર્તમાન પડકારો સહિતના મુદ્દા ઉપર મુક્ત મને સંવાદ કરી પોતાના સ્વાનુભાવો રજૂ કર્યા હતા. સાથે જ બાગાયત ખાતા દ્વારા અપાયેલ મહિલા સ્વરોજગાર લક્ષી યોજનાઓનો લાભ મેળવેલ બહેનો દ્વારા પણ પોતાના તાલીમ અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવુંસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, એપીએમસી ચેરમેન અપૂર્વ પટેલ, સંયુક્ત બાગાયત નિયમક ડો.જે.એમ.તુવર, નાયબ બાગાયત નિયામક સ્મિતાબેન પિલ્લાઈ, મદદનીશ બાગાયત અધિકારી જૈમીન પટેલ સહિત અન્ય અધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ, બહેનો હાજર રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार