सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે જિમ્નેશિયમ હોલનું લોકાર્પણ કર્યું

ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે MPLADS ગ્રાન્ટમાંથી રૂ. 2.50 કરોડના ખર્ચે નવનિર્મિત જિમ્નેશિયમ હોલ અને અદ્યતન વ્યાયામ સાધનોનું લોકાર્પણ કર્યું

શૈશવ રાવ નર્મદા
  • Apr 15 2025 4:33PM

ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજપીપલા સ્થિત શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે MPLADS ગ્રાન્ટમાંથી રૂ. 2.50 કરોડના ખર્ચે નવનિર્મિત જિમ્નેશિયમ હોલ અને અદ્યતન વ્યાયામ સાધનોનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને જિમ્નેશિયમના રમતવીરોના કૌશલ્યની પ્રશંસા કરી. ખાસ કરીને, નેશનલ ટ્રેમ્પોલિન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ વિજેતા શ્રી સિલિમકર મયંક અને શ્રી દેવીન વસાવાને શુભેચ્છા પાઠવી, ફિટ ઈન્ડિયા અને વિકસિત ભારતની દિશામાં પ્રયાસોની નોંધ લીધી.
પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત અને નાગરિકો સાથે સંવાદ
મંત્રીશ્રીએ રાજપીપલાના પોસ્ટ ઓફિસ ખાતે કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રની મુલાકાત લીધી, જ્યાં તેમણે સુરતથી આવેલા ડૉ. મિતેશ જયસ્વાલ અને તેમના પરિવાર સાથે પાસપોર્ટ પ્રક્રિયા અંગે ચર્ચા કરી. તેમણે પોસ્ટ ઓફિસની કામગીરી અને આધાર સેવા કેન્દ્રનું નિરીક્ષણ કરી, કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા.

લાછરસ ગામે સ્માર્ટ ક્લાસરૂમ અને આંગણવાડીનું લોકાર્પણ

બીજા દિવસે, ડૉ. જયશંકરે નાંદોદ તાલુકાના લાછરસ ગામની મુલાકાત લીધી, જ્યાં રૂ. 4.96 લાખના ખર્ચે નિર્મિત સ્માર્ટ ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું અને વિદ્યાર્થીઓની ડિજિટલ શિક્ષણ પ્રવૃત્તિઓની પ્રશંસા કરી. તેમણે રૂ. 16 લાખના ખર્ચે બનેલી સ્માર્ટ આંગણવાડીનું લોકાર્પણ કર્યું, બાળકો સાથે સંવાદ સાધ્યો અને પોષણ અભિયાન અંતર્ગત 6 મહિનાના બાળકનું અન્નપ્રાસન કરાવ્યું. શ્રી રામજી મંદિરમાં પૂજા-અર્ચના ઉપરાંત, તેમણે અમૃત સરોવરનું નિરીક્ષણ કરી જળસંચયના પ્રયાસોને બિરદાવ્યા.

MPLADS હેઠળ રૂ. 11.66 કરોડના વિકાસ કાર્યોની ભેટ

બે દિવસની મુલાકાત દરમિયાન, મંત્રીશ્રીએ MPLADS હેઠળ દત્તક ગામોમાં રૂ. 11.66 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કર્યું. આમાં વ્યાધર, આમદલા, અગર, જેતપુર, અને લાછરસ ગામોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એમ્બ્યુલન્સ, સ્માર્ટ આંગણવાડી, સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબનો સમાવેશ થાય છે. વધુમાં, ચાર ગામોમાં રૂ. 5.40 કરોડના ખર્ચે એલ.ડી.આર. બિલ્ડિંગનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.
અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની હાજરી

આ કાર્યક્રમોમાં વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સંદિપ બય્યપ્પુ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભિમસિંહ તડવી, સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી સહિત અન્ય અધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા.
આ મુલાકાતે નર્મદા જિલ્લાના યુવાનો, બાળકો અને નાગરિકોના શિક્ષણ, આરોગ્ય અને રમતગમતના વિકાસ માટે મંત્રી ની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार