ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામે સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ
આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
નડિયાદ તાલુકાના ઉતરસંડા ગામે ઉતરસંડા ગામના પૂર્વ સરપંચ પટેલ અને સનરાઈઝ ફાઉન્ડેશનના સહયોગથી વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ કરાયુ. ખેડા જિલ્લાનું ગોકુળ ગામ ઉતરસંડા કે જે એન આર આઈ તરીકે પણ પ્રખ્યાત છે. સરકારની ગ્રાન્ટો કરતાં વધારે NRI ના સહયોગથી ઉતરસંડાના વિકાસ લક્ષી કાર્યથી ઉત્તરસંડા ગામનો નકશો જ ઉતરસંડા ગામના પૂર્વ સરપંચ ઈશિત પટેલે આખા ગામનો નકશો બદલી કાઢ્યો હતો. આ કાર્યોથી ઉતરસંડા ગામના સરપંચને ખેડા જિલ્લામાં પ્રથમ નંબરે સ્વચ્છતાનો એવોર્ડ પણ મળ્યો હતો.
સરપંચ ઈશિત પટેલે એન આર આઈ ના સહયોગથી સનરાઈઝ ફાઉન્ડેશન બનાવ્યું અને આ ફાઉન્ડેશનથી ઉત્તરસંડા ના વિવિધ વિકાસલક્ષી કાર્ય કરી ઉત્તરસંડા ગામને એક અનોખી ભેટ આપી, આ લોકાર્પણ સમારોહમાં નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ખેડા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ ,નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર જી.એચ .સોલંકી, ખેડા એસ.પી રાજેશ ગઢિયા,અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, નડિયાદ એપીએમસીના ચેરમેન અપૂર્વ પટેલ, ઉત્તરસંડા ગામના પૂર્વ સરપંચ કૌશિક ભાઈ પટેલ તથા વડતાલ મંદિરના કોઠારી, નડીઆદ બી.એ.પી.એસ મંદિરના કોઠારી અને સંતરામ મંદિરના મહારાજ સહિત અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમારોહને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો. સનરાઈઝ ફાઉન્ડેશનના આ પ્રયાસો ગામના સર્વાંગી વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઉત્તરસંડા ગામજનો સહિત આજુબાજુના ગામમાંથી આ લોકાર્પણ જોવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प