सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગીરનાર લીલી પરિક્રમાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, જાણો અહીં શ્રી કૃષ્ણ સાથે જોડાયલી પરિક્રમાની ગાથા.

ગીરનાર લીલી પરિક્રમા કારતર સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય છે.

Jashu Bhai Solanki
  • Nov 10 2024 4:37PM

જુનાગઢમાં દર વર્ષે લીલી પરિક્રમાં યોજાય છે. દિવળી બાદ યોજાતી આ પરિક્રમાં લોકોને પ્રકૃતિ સાથે જોડવાની સાથે તેમનું ધાર્મિક મહત્વ પણ અનેરુ છે. જૂનાગઢની ગિરનાર વિસ્તારમાં દર વર્ષે યોજાતી લીલી પરિક્રમાંનું ધાર્મિક મહત્વ પણ ખૂબ જ છે. સામાન્ય રીતે પરિક્રમાં અગિયારસથી શરુ થાય છે, પરંતુ કેટલાક સમયથી શ્રદ્ધાળુંઓનો ઘસારો વઘી ગયો હોવાથી એક દિવસ પહેલા જ પરિક્રમાં શરુ કર દેવામાં આવે છે.

દામોદર કુંડમાં સ્નાન સાથે શરુ થાય છે પરિક્રમા  
ગીરનરની લીલી પરિક્રમાં કારતર સુદ અગિયારસથી અમાસ સુધી ચાલે છે. જેમાં ભાવિકો એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરે છે. ત્યાથી જ પરિક્રમાનો આરંભ થાય છે. ત્યાર બાદ ભવનાથ મહાદેવ, દુધેશ્વર મહાદેવના દર્શન કરી ગીરનાર તળેટીમાં રાત્રી રોકાણ કરે છે. ત્યાર બાદ અગિયારસની રાત્રીએ પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થાય છે.

શ્રદ્ધાળુંઓ કુલ 36 કિલોમીટરનું અંતર પૂર્ણ કરે છે. 
36 કિમીના પડાવમાં પ્રથમ પડાવ 12 કિમીના અંતરે આવે છે. બીજો પડાવ 8 કિમીના અંતરે આવે છે. ત્રીજો પડાવ અને ચોથો પડાવ 8,8 કીમીના અંતરે આવે છે. પરિક્રમામાં જુદી-જુદી જગ્યાએ પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમાં કાળકાનો વડલો, જીણાબાવાની મઢી, માલવેલાની ઘોડી, સુરજકુંડની જગ્યા વગેરેનો સમાવેશ થાય છે.

જાણો અહીં લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ 
એવું માનવામાં આવે છે કે આજે પણ ગીરનારની ગુફાઓમાં  અનેક સાધુ-સંતો તપ કરી રહ્યા છે. ગીરનારની પરિક્રમાં કરવાથી તેમના આશિર્વાદ મળે તેવું માનવામાં આવે છે. લીલી પરિક્રમાં સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌપ્રથમ ગીરનારની પરિક્રમાં કરી હતી. તેમજ જે કોઇ આ પરિક્રમા પૂર્ણ કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથુ બાંધી લે છે તેવી પણ લોક વાર્તા છે.  


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार