सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં, ચાર કંપનીઓ દ્વારા રુ.1.24 કરોડનું રોકાણ કરવામાં આવશે, 53,000 થી વધુ નવી રોજગારી મળશે.

ગુજરાતમાં માઇક્રોન, ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સીજી પાવર રેનેસાસ તથા કેયન્સ સેમિકન જેવી કંપની ચિપનું નિર્માણ કરશે.

Jashu Bhai Solanki
  • Nov 8 2024 2:21PM

આજના ડિજિટલ યુગમાં સેમિક્નટક્ટર્સ અને ડિસપ્લે એ આધુનિક ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરુરીયાત છે. સ્માર્ટ ફોન, ઓદ્યોગીક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઇને ડિફેન્સ સિસ્ટમ દરેકમાં સેમિકન્ડક્ટર્સ ટેક.ની જરુરીયાત ઉભી થાય છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં “ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન” ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા રૂ. ૭૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે. ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ વર્ષ ૨૦૨૦માં ૧૫ અબજ ડોલરનું હતું, જે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૪૦૦ ટકાથી વધુની હરણફાળ સાથે ૬૩ અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે.

મુખ્યમંત્ર ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા અગાઉ સાણંદ ખાતે રુ. 22.500 કરોડની કિંમતના માઇક્રોન કંપનીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેવી જ રીતે ધોલેરા સેમિકોન સિટી ખાતે રુ. 91.000 કરોડનું ભારતના પ્રથમ કોમર્શિયલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ-એનેબલ્ડ સેમિકન્ડક્ટર ફેબનું નિર્માણ ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ અને ટાઈવાનની કંપની દ્વારા કરવામાં આવશે. સાણંદ જી.આઈ.ડી.સીમાં કુલ રૂ. ૭,૫૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ ખર્ચ સાથે સીજી પાવર અને રેનેસાસ કંપની દ્વારા સેમિકંડક્ટર ફેસિલિટીની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટને પણ સ્થાપના માટે મંજૂરી આપવામાં આવી છે, આ પ્લાન્ટ દ્વારા રૂ. ૩,૩૦૦ કરોડના રોકાણ સાથે અંદાજે ૬૦ લાખ ચિપનું પ્રતિદિન ઉત્પાદન કરવામાં આવશે. ગુજરાત ભારતીય સેમિકન્ડક્ટર્સને પ્રોત્સાહન આપવા બાબતે અગ્રેસર રાજ્ય બન્યું છે.

ગુજરાતમાં ૦૪ જેટલી સેમિકન્ડક્ટર કંપનીઓ દ્વારા કુલ રૂ. ૧.૨૪ લાખ કરોડના રોકાણ સાથે નવા પ્રોજેક્ટસ બનવા જઈ રહ્યા છે, આ પ્રોજેક્ટ થકી રાજ્યમાં નવી સંભવિત ૫૩,૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થશે, એમ ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગની યાદીમાં જણાવ્યું છે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार