सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મહેમદાવાદ શહેરનું અર્બન હેલ્થ સેન્ટર પોતે જ જર્જરીત બિમારીના ભરડામાં

ભારે અસ્વચ્છતા, ચોમેર ગંદકી અને ઝેરી જીવજંતુઓની વચ્ચે નોકરી કરતાં દેહશત અનુભવતી મહિલા કર્મચારીઓ

મહેશ મહેતા
  • Sep 27 2024 7:17PM
મહેમદાવાદ મહેમદાવાદ શહેરના રેલ્વે સ્ટેશન પાસે શહેરનું એક અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે આ અર્બન હેલ્થ સેન્ટર ખૂબ જ જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે ત્યાં ચોમેર ભારે ગંદકી પ્રવર્તી એવી છે સાથે સાથે સમગ્ર મકાન જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું છે જેના પરિણામે આ સેન્ટરમાં બેસવું એટલે ભારે દો જખ જેવું બની રહ્યો છે આમ છતાં પણ મજબૂર મહિલા કર્મચારીઓ આ સ્થળે ફરજ બજાવી રહી છે પ્રાપ્ત વિગતો જોઈએ તો મહેમદાવાદ શહેરના નૈઋત્ય ખુણામાં રેલ્વે સ્ટેશનની બિલકુલ નજીક અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે. આ અરબન હેલ્થ સેન્ટર વર્ષો પૂર્વે બનાવેલું છે. જેની હાલત હાલમાં સ્વયં બીમાર હોય તેવી જોવા મળી રહે છે ગંદકી તથા બિલ્ડીંગમાં પણ અવાવરું શૌચાલય, વરસતા વરસાદમાં તો જાણે ચોમેરથી કોઈપણ ઝેરી જંતુ આવી ચડે તેવી સંપૂર્ણ દહેશત ભરી જગ્યામાં પણ મજબૂર મહિલા કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ગમે ત્યારે આ મહિલાઓને કોઈ ઝેરી જંતુ આપણી જશે તો તેના માટે કોણ જવાબદાર ગણાશે સાથે સાથે હેલ્થ સેન્ટરમાં આવતા લાભાર્થીઓને પણ ક્યારેક મોટો અકસ્માત થવાની બેશક સર્જાઈ રહી છે આ માટે સરકાર દ્વારા તાકીદે આ સ્થળને ફેરવીને અન્ય સ્થળે ખસેડવામાં આવે તેવી લોક લાગણી પણ ઉદભવી છે. હાલમાં મહેમદાવાદ શહેરનું જાણે કોઈ ધણી ધણી રહ્યું ના હોય તેવી સ્થિતિ વર્તાઈ  છે કારણ કે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવા માટે સૌ અસક્ષમ છે જ્યારે અત્રેના પદાધિકારીઓ પણ મહેમદાવાદ પ્રત્યે સંપૂર્ણ દુર્લક્ષ જેવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार