નર્મદા જિલ્લા કક્ષાનો ૭૬મો પ્રજાસત્તાક પર્વ દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીએ ઉજવાશે
નિવાસી અધિક કલેક્ટર ની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓ અંગે સમીક્ષા સાથે રિહર્સલ યોજાયું.
ભારતના ૭૬મા પ્રજાસત્તાક પર્વ-૨૦૨૫ની ૨૬ મી જાન્યુઆરી નર્મદા જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે પીઠા ગ્રાઉન્ડ ખાતે રવિવારે સવારે ૯-૦૦ કલાકે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપશે. તે પૂર્વે આજે શુક્રવારના રોજ નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉંધાડની ઉપસ્થિતિમાં પૂર્ણ ગણવેશ રિહર્સલ યોજાયું હતું. વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતા પણ આ કાર્યક્રમમાં સહભાગી બને તેવી અપીલ કરવામાં આવી હતી.
દેડિયાપાડાના મોઝદા રોડ સ્થિત પીઠા ગ્રાઉડ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવા સાથે પરેડનું નીરિક્ષણ કર્યું હતું. જિલ્લા પોલીસની ગુના શોધ ટીમનો ડોગ શો યોજાયો હતો. દેડિયાપાડા તાલુકાની વિવિધ શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. બાદમાં વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનાર કર્મયોગીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓને કલેક્ટરશ્રીના હસ્તે ૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે શુક્રવારે યોજાયેલા પૂર્ણ ગણવેશ રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટર એ જરૂરી સૂચનો કર્યા હતા અને સમગ્ર ઉજવણી સૂચારુ રીતે દેશભક્તિના માહોલમાં યોજાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
આ વેળાંએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાયબ કલેક્ટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા, નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, શાળાના બાળકો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प