सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નહેરૂ યુવા કેન્દ્ર નર્મદા અને ARTO કચેરી દ્વારા શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ શાળા ખાતે માર્ગ સલામતિ માસ-૨૦૨૫ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર નર્મદા અને ARTO કચેરી રાજપીપલા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ-રાજપીપલા ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી વિશે જાગૃત્તિ કેળવાય તેવા શુભ આશયથી આ કાર્યક્ર્મો યોજાયો હતો.

શૈશવ રાવ
  • Jan 22 2025 5:06PM
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર નર્મદા અને ARTO કચેરી રાજપીપલા દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ અંતર્ગત શ્રી છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ-રાજપીપલા ખાતે વિદ્યાર્થીઓમાં માર્ગ સલામતી વિશે જાગૃત્તિ કેળવાય તેવા શુભ આશયથી આ કાર્યક્ર્મો યોજાયો હતો. 

નર્મદા જિલ્લા ARTO શ્રીમતી નિમીષાબેન પંચાલે વિદ્યાર્થીઓને જણાવ્યું કે, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ જે ફેબ્રુઆરી સુધી ચાલનાર છે. માર્ગ સલામતી માટે દરેક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરે અને બીજા લોકોને પણ સમજ આપે, પોતે અને પરિવારને સમજાવવાના પ્રયાસ કરે તો જ માર્ગ પર થતા અકસ્માતો ઓછા કરી અટકાવી શકાશે. 'માર્ગ સલામતીથી જ માનવીનું જીવન બચાવી શકાય છે. કારણ કે, નાની બેદરકારી અને ટ્રાફિક નિયમોને અવગણવાથી અનેક લોકોના મૃત્યુ થાય છે. ઓવર સ્પીડીંગ, રોંગ-સાઈડ પર વાહન હંકારવાથી પણ અક્સમાત થતા હોય છે. માત્ર એટલું જ નહીં પણ માથાની ઇજાથી બચવાં માટે દ્વિચક્રી વાહન ચાલકોએ અવશ્ય હેલ્મેટ પહેરવું જોઈએ. કૉલજના વિદ્યાર્થીઓ પોતાનું વાહન ચલાવે ત્યારે હેલ્મેટ પેહરી કૉલેજમાં આવે તો બીજા લોકોને પણ પ્રેરણાં મળશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

રાજપીપલાના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે.ગોહિલે જણાવ્યું કે, બાઈક ચલાવનારમાં સૌથી વધારે ૨૦ થી ૩૫ વર્ષની વયના યુવાનોનું અકસ્માતમાં મોત થાય છે. જેમાં યુવાનો ઓવરસ્પીડથી બાઈક ચલાવી, ડ્રિન્ક કરી ડ્રાઈવ કરતા હોય ત્યારે પણ આ જોખમ વધુ રહે છે. તેથી જ એનફોર્સમેન્ટ ફોર્સ દ્વારા ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરાવવા માટે અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યાં છે. 

આ કાર્યક્રમમાં જનજાતિ કલ્યાણ આશ્રમના ડો. પ્રેમપ્યારી તડવી, સ્થાનિક અગ્રણી અજિતભાઈ પરિખ, નેહરૂ યુવા કેન્દ્ર-નર્મદાના પ્રોગ્રામ ઓફિસર ચંદ્રકાન્ત બક્ષી, કોલેજના અદ્યાપકો-વિદ્યાર્થીઓ, નેહરૂ યુવાકેન્દ્ર-નર્મદાના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.      

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार