सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઈઝરાયલના પીએમનું મોટુ નિવેદન : ઇરાને મોટી ભૂલ કરી છે, તેની કિંમત ચૂકવવી પડશે.

ઈઝરાયલની આધુનિક એર ડિફેન્સ સિસ્ટમે ઈરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો

Jashu Bhai Solanki
  • Oct 2 2024 11:47AM

ઈરાનના મિસાઇલ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને મિસાઇલ છોડી મોટી ભૂલ કરી છે, જેરુસલેમમાં સુરક્ષા કેબીનટની બેઠકમાં તેમણે કહ્યુ કે તની કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ કહ્યુ કે સાંજે ઈઝરાયલ પરનો હુમલો નિષ્ફળ રહ્યો હતો. તેના સમર્થન માટે અમેરિકાનો આભાર માનતા કહ્યુ કે ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ દુનિયાની સૌથી આધુનિક સિસ્ટમ છે તેમણે ઇરાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો 


ઈઝરાયલના અધિકારીઓના જણાવ્યા મુજબ હુમલામાં 181 મિસાઇલો છોડવામાં આવી હતા. તેમાથી મોટા ભાગની મિસાઇલોને અટકાવી દેવામાં આવી હતી. જો કે, પશ્ચિમ કાંઠે એક પેલેસ્ટિનિયનનું મૃત્યુ થયું હતું અને બે ઇઝરાયલીઓ ઘાયલ થયા હતા.


વિસ્ફોટોનો અવાજ સમગ્ર ઈઝરાયલમાં સંભળાયો હતો. જેરુસલેમ અને જોર્ડન ખીણમાંથી લાઇવ રિપોર્ટિંગ દરમિયાન રાજ્ય ટેલિવિઝનના પત્રકારો પણ જમીન પર પડી ગયા હતા. મધ્ય ઇઝરાયલના ગેડેરામાં એક શાળામાં રોકેટ પડ્યું હતું. જોકે આમાં કોઈને ઈજા થઈ નથી. હોમ ફ્રન્ટ કમાન્ડના વડા મેજર જનરલ રાફી મિલોએ અસરગ્રસ્ત સ્થળની મુલાકાત લીધી હતી.

 

ઈઝરાયલની ડિફેન્સ સિસ્ટમ અત્યંત અસરકારક અને આધુનિક છે. સૈન્યના જણાવ્યા અનુસાર, અમેરિકાએ સમય પહેલા ઈરાન તરફથી ખતરો હોવાની જાણ કરી કેટલીક મિસાઈલોને અટકાવીને ઈઝરાયલને સુરક્ષિત કરવામાં મદદ કરી હતી. 

ઈરાને ઈઝરાયલને મદદ કરનારા દેશોને આપી ધમકી
આ દરમિયાન ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે ઇરાને ઇઝરાયલ સામે આત્મરક્ષા કરી છે. જ્યાં સુધી ઇઝરાયલની સરકાર જવાબી કાર્યવાહી કરવાનો નિર્ણય નથી લેતી ત્યાં સુધી અમે હુમલો કરીશું નહીં. આ સાથે ઈરાની સશસ્ત્ર દળોએ મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલના સમર્થનમાં કોઈપણ પ્રત્યક્ષ સૈન્ય હસ્તક્ષેપ સામે ચેતવણી આપી હતી. સશસ્ત્ર દળોએ કહ્યું હતું કે ઇઝરાલના સમર્થન કરનારા દેશો દ્ધારા સીધા હસ્તક્ષેપની સ્થિતિમાં તેને ઈરાનના સશસ્ત્ર દળો દ્વારા એક શક્તિશાળી હુમલાનો સામનો કરવો પડશે.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार