सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

દિલ્હી સીએમ સપથ વિધી- આતિશી 21 સપ્ટેમ્બરે લઇ શકે છે સપથ

દિલ્હીના નવા સીએમના સપથ ગ્રહણ બાબતે ઉપરાજ્યપાલે રાષ્ટ્રપતિને મોકલ્યો પત્ર

Jashu Bhai Solanki
  • Sep 18 2024 4:35PM

આતિશી દિલ્હીના આગાની સીએમ હશે, હવે તેમના સપથ ગ્રહણને લઇને માહિતી સામે આવી રહી છે. અરવિંદ કેજરીવાલે સીએમ પદ પરથી રાજીનામુ આપ્યા બાદ હવે દિલ્હીમાં આતિશીના નૈતૃત્વમાં આમ આદમી પાર્ટી નવી સરકાર બનાવવા જઇ રહી છે. મળતી માહિતી મુજબ આતિશી 21 સપ્ટેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે સપથ લઇ શકે છે. 

દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ રાષ્ટ્રપતિ અને ગૃહ મંત્રાલયને પત્ર મોકલ્યો છે અને આતિશીને મુખ્યમંત્રી તરીકે શપથ લેવાની તારીખ તરીકે 21 સપ્ટેમ્બર, 2024નો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, આતિશી દ્વારા શપથ ગ્રહણ માટેની કોઈ તારીખનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો નથી.

વાસ્તવમાં, અરવિંદ કેજરીવાલે મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેજરીવાલને ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાને રાજીનામું આપ્યા પછી મુખ્ય પ્રધાન-નિયુક્ત આતિશીએ મંગળવારે જ નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે આતિશી દિલ્હીના સૌથી યુવા સીએમ હશે. 1998 થી 2013 સુધી 15 વર્ષ સુધી શીલા દીક્ષિત દિલ્હીના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી હતા.

1998માં સુષ્મા સ્વરાજનો કાર્યકાળ 52 દિવસનો હતો. આતિશી (43) દિલ્હીના સૌથી યુવા મુખ્યમંત્રી અને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી પછી દેશના બીજા વર્તમાન મહિલા મુખ્યમંત્રી હશે. શીલા દીક્ષિત 60 વર્ષની વયે દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતા, જ્યારે સ્વરાજે 46 વર્ષની વયે આ પદ સંભાળ્યું હતું.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार