सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ગાયના છાણ સહિત વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા-ડાળીઓ ઉપયોગ કરી જમીનને ગુણવત્તાયુક્ત બનાવી ધરુનો વિશેષ ઉછેર કરવાની પદ્ધતિઓ

પ્રાકૃતિક કૃષિ ખેડૂતમિત્રો અપનાવે અને જમીનને મૃતઃપ્રાય થતી અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.

શૈશવ રાવ નર્મદા
  • Jul 18 2024 6:50PM
 પ્રાકૃતિક કૃષિ ખેડૂતમિત્રો અપનાવે અને જમીનને મૃતઃપ્રાય થતી અટકાવવા માટે કેન્દ્ર અને રાજય સરકાર તેમજ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા અને જમીનને જીવંત કરવાના ઉત્તમ હેતુથી સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન દ્વારા પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રાધાન્ય આપવામા આવી રહ્યુ છે. 

સરકારશ્રી દ્વારા સમગ્ર ખેડૂતમિત્રોને પાકૃતિક ખેતીની સાથે વર્ષો પહેલાથી ચાલી આવતી ખેતીની પધ્ધતીઓની પણ સમજણ પુરી પાડવામા આવે છે. ત્યારે પ્રકૃતિના ખોળે વસતા આદિવાસી ખેડૂતમિત્રો હજી પણ આ પધ્ધતીને અપનાવીને ખેતી કરે છે. આ ખેડૂતોની ખેતી કરવાની પધ્ધતિ કઇક અલગ જોવા મળતી હોય છે. જે ચોમાસાની ઋતુમાં ખેતી કરીને આત્મનિર્ભર બનતા હોય છે. જે ખેતીના માધ્યમથી  ખેડૂતો ૧૨ મહિના સુધી અનાજ સંગ્રહ કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોય છે. 

પ્રિ-મન્સુન પહેલા થતી તૈયારી 

સાત-આઠ મહિના પહેલાથી જ ખેડૂતો ગાય-ભેંસના છાણને ભેગુ કરતા હોય છે. અને વાડામાં સંગ્રહ કરી મુકે છે. અને મોન્સુન પહેલા ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરતા હોય છે. આ સગ્રહ કરેલ છાણની સાથે વિવિધ પ્રકારના ઝાડના સુકા પાંદડા અને ડાળીઓ ભેગી કરી યોગ્ય માત્રામા જમીનમા નાખવામા આવે છે ત્યારબાદ વરસાદ આવતાની સાથે એમાં બીયારણ નાખવામા આવતુ હોય છે. આ બિયારણમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર એ ધરુને ઉગાડવામા આવે છે. ધરુ મોટુ થાય ત્યા સુધી કોઇ નિંદામણની પણ જરૂર પડતી નથી કુદરતી ખાતરના માધ્યમથી ધરુ ગુણવત્તાયુક્તથી ઉછેર થતો જોવા મળે છે. 

ચોમાસાની સિઝન દરમિયાન રોપણી કરવાની પદ્ધતિ 

શરુઆતમાં બળદો જોડીને હડથી જમીનને ખેડવામા આવે છે. જમીનમા માટીને પુરેપુરી પાણી સાથે મિક્સ કરીને અને ફળદ્રુપ બનાવવા આવતી હોય છે. એમા ધરુ રોપવામા આવતા હોય છે. આ ધરુને પુરતા માત્રામા ખાતર મળવાથી તેના ઉત્પાદનમા વધારો જોવા મળે છે. ખેડૂતોએ  ધારેલા અનાજનુ સંગ્રહ કરી શકે છે. આ પધ્ધતીથી કોઈ પણ જાતનુ ધાસચારો જોવા મળતો નથી ઓછી મહેનતે ખેડૂતો સારો એવો પાક મેળવતા હોય છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार