सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદથી સાળંગપુર જતી આ એસ.ટી બસ દરેક પ્રવાસીને આપે છે એક વિશિષ્ટ યાત્રાનો અનુભવ

કંડક્ટર દ્વારા મુસાફરોને ઠંડુ પાણી, લીંબુ શરબત અને બાળકોને ચોકલેટ સેવા દ્વારા યાત્રાનો સુખદ અનુભવ કરાવે છે

યેશા શાહ
  • Jul 18 2024 6:40PM

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે ખેડા -નડિયાદ એસ.ટી, પરિવહન વિભાગ દ્વારા વર્ષ 2018થી ચાલુ કરેલ નડિયાદથી સાળંગપુર (યાત્રાધામ સ્પેશલ) જતી બસ સેવા મુસાફરોને એક વિશિષ્ટ યાત્રાનો અનુભવ કરાવે છે. તા. 07-02-2018ના રોજ ચાલુ કરવામાં આવેલ આ બસ દરરોજ સવારે 07:00 કલાકે નડિયાદ બસ ડેપોના પ્લેટફોર્મ ન. 4થી રવાના થાય છે. સાળંગપુર ધામ પહોંચતા સુધીની મુસાફરી પર જતા દરેક વ્યક્તિને આ બસમાં ધાર્મિક, સાહિત્યિક તથા માનવીય અભિગમનો એક ઉમદા અનુભવ થાય છે. આ બસ ખેડા, રઢૂ, ધોળકા, અરણેજ બુટ ભવાનીમાં મંદિર, ગણેશપુરા-ગણપતિ મંદિર ધંઘુકા, બરવાળા, કુંડળ રૂટ પર થઈ સાળંગપુર મંદિર પહોંચે છે. જેમાં અરણેજ મંદિર બૂટભવાની મંદિરના દર્શન કરવા માટે બસને 15 થી 20 મીનીટ્સ ઉભી રાખવામાં આવે છે. પછી ત્યાંથી રવાના થઈ બસ બપોરે 11:15 થી 11:30 કલાક વચ્ચે સાળંગપુર ધામ ખાતે પહોંચે છે. 

આ સમગ્ર યાત્રાને ખાસ બનાવે છે આ બસના કંડકટર શ્રી સંદીપ બારોટ. પ્રતિદિન આ બસને નડિયાદથી શરૂ કરતા પહેલા શ્રી બારોટ દ્વારા ભગવાનનો જયકારો કરી બસમાં પ્રવેશ કરવામાં આવે છે, ત્યારબાદ બસની શરૂઆતમાં રાષ્ટ્રગીત જન ગણ મન... વગાડી નાગરિક તરીકે રાષ્ટ્ર જ પ્રથમ ધર્મ તેવી ભાવનાને ઉજાગર કરવામાં આવે છે. સાથે ચાલુ મુસાફરી દરમિયાન બસમાં ગણેશજીની આરતી, બુટભવાનીમાંની આરતી, સ્વામિનારાયણ ભગવાનની આરતી, શ્રી કષ્ટભંજન હનુમાનની આરતી કરવામાં આવે છે. આરતી પૂર્ણ કર્યાબાદ સૌ મુસાફરોને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવે છે. આમ, ભજન, કીર્તન અને આરતી દ્વારા સમગ્ર મુસાફરી દરમિયાન ભક્તિમય વાતાવરણ ઉભુ કરવામાં આવે છે. વધુમાં, મુસાફરોના નાના બાળકો હોય તો તેમને ચોકલેટ આપી યાત્રાનો સુખદ અનુભવ કરાવવામાં આવે છે. બસમાં પીવાના પાણીના જગ અને ગ્લાસની ખાસ સુવિધા કરવામાં આવેલ છે. 

આ યાત્રાધામ સ્પેશિયલ બસના મુસાફરોની ધાર્મિક યાત્રા માહિતીસભર પણ બની રહે છે. કંડક્ટર શ્રી બારોટ જણાવે છે કે યાત્રા દરમિયાન પેસેન્જરો માટે મેગાફોન દ્વારા એનાઉન્સમેન્ટ કરી મુસાફરોને ગુજરાત સકરારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિક કરવામાં આવતા ગુજરાત પાક્ષિકથી માહિતગાર કરવામાં આવે છે. ઉપરાંત મુસાફરોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓની જાણકારી મળે તે માટે ગુજરાત પાક્ષિક વાંચવા માટે આપવામાં આવે છે. જેના દ્વારા મુસાફરોની આ બસની યાત્રા ભક્તિમય હોવાની સાથેસાથે જ્ઞાનમય પણ બની જાય છે. ઉપરાંત મુસાફરી દરમિયાન પેસેન્જરને થતી નાની મોટી તકલીફો માટે મેડિકલ કીટની વ્યવસ્થા પણ આપવામાં આવે છે તેમ શ્રી સંદિપભાઈ રાજપૂતે જણાવ્યું હતું.

નિયમિત રીતે બસની મુસાફરી કરી સાળંગપુર મંદીરના દર્શનનો લાભ લેતા પેસેન્જર શ્રી નિકુંજ પ્રજાપતિ જણાવે છે કે આ બસ ધર્મસ્થાનો પર લઈ જતા પહેલા બસમાં જ ધાર્મિક વાતાવરણની અનુભૂતિ કરાવે છે. બસમાં ભજન, કીર્તન, આરતી દ્વારા એક સાર્થક ધાર્મિક યાત્રાનો અનુભવ થાય છે. તેઓ જણાવે છે કે “બસમાં ઠંડા પાણી, છાશ, શરબત, અલ્પાહાર વગેરે જેવી સુવિધાઓ સહિત સરકારની વિવિધ યોજનાઓ વિશેના વાંચન સાથે અમારી મુસાફરીનો અનુભવ આનંદમય બન્યો છે.”

બસના કંડક્ટર સંદિપભાઈ દ્વારા સ્વચ્છતા જાળવણી હેતુ માટે પ્રતિદિન બસ સાફ સફાઈ કરવામાં આવે છે.  સાળંગપુર ધામ ખાતે શ્રી કષ્ટભંજન મંદિર દર્શન અર્થે રોકાણ કર્યા બાદ આ બસ બપોરે 01:00 કલાકે બસ નડિયાદ પરત આવવા નિકળે છે. સાળંગપુરથી નડિયાદ પરત આવતા ગણેશપુરાધામ, ગણપતિદાદા મંદિરના દર્શન માટે બસ 15 થી 20 મિનિટ રોકાય છે. ત્યારબાદ સાંજે 05:15 થી 05:30 સુધીમાં બસ નડિયાદ મુકામે પરત ફરે છે. હાલના સમયમાં આ બસનું ભાડુ મધ્યમ વર્ગને પોષાય એમ આવવા જવાનુ કુલ રૂ.236 ભાડુ થાય છે. 2018થી આજ દિન સુધી પ્રતિદિન આ બસમાં આસ્થાળુઓની ભીડ ઉમળકા સાથે જોવા મળી છે, જેની પાછળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના લોકાભિમુખ અભિગમથી પ્રેરિત નડિયાદનો એસ.ટી. વિભાગ તથા બસના ડ્રાઈવર તથા કંડક્ટરની કર્મશીલતાનો મોટો ફાળો છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार