सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Valsad: ઉમરગામ જીઆઇડીસીમાં મોડી રાત્રે ભીષણ આગ, સદનસીબે કોઇ જાનહાની નહિ.

કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ તાત્કાલિક ફાયક બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી હતી, તેમજ આગ પર કાબુ મેળવ્યો હતો.

Jashu Bhai Solanki
  • Nov 10 2024 11:56AM

વલસાડની ઉમરગામ GIDCના થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલિપ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. જેથી કર્મચારીઓમાં દોડધામ મચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સિક્યોરિટી ગાર્ડે બંને કામદારોને બહાર કાઢી ફાયરની ટીમને જાણ કરાઈ હતી. આગ વધુ હોઇ દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતા. ઉમરગામ ફાયર ફાઈટરની ટીમે મેજર કોલ જાહેર કરી 8 ફાયરની ટીમની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનામાં કામદારોનો બચાવ થયો હતો. જોકે, કંપનીમાં 80 ટનથી વધુ પ્લાસ્ટિક અને મશીનરી બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.

પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
વલસાડ જિલ્લાના ઉમરગામ GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી ક્લિયર પોલિપ્લાસ્ટ કંપનીમાં શનિવારે રાત્રે અચાનક ધુમાળો નીકળવા લાગ્યો હતો. કંપનીમાં કામ કરતા સિક્યોરિટી ગાર્ડે અન્ય 2 કામદારોને ઘટના અંગે એલર્ટ કરી ફાયર એક્સિઝ સિલિન્ડર વડે આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપની સંચાલક અને ઉમરગામ ફાયરની ટીમની ઘટનાની જાણ કરાઈ હતી. કંપનીમાં પ્લાસ્ટિકની બેગ બનતી હતી. જેથી મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો જથ્થો હોવાથી આગ જોતજોતમાં કંપનીમાં ઝડપથી ફેલાવા લાગી હતી. કંપનીના સંચાલકના માર્ગદર્શન હેઠળ કંપનીના વોચમેને કંપનીમાં કામ કરતા બે કર્મચારીઓેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા.

ઘટનાની ગંભીરતાને લઈને મેજર ફાયર કોલ જાહેર
ક્લિયર પોલિપ્લાસ્ટ કંપનીની આજુબાજુમાં આવેલી કંપનીના કામદારોને ઘટનાની જાણ થતાં તેઓ મદદે દોડી આવ્યા હતા. ઉમરગામ GIDC ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગની ઘટનાની ગંભીરતાને લઈને મેજર ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ઉમરગામ GIDC, નગર પાલિકા સહિત કુલ 8 જેટલી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને કંપનીની ચારે તરફથી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવાયો હતો.


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार