મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઇ કાલે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. અમરેલીમાં 42 કરોડના ખર્ચે પીપીપી મોડલથી તૈયાર કરાયેલા બસપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમરેલીના અલગ અલગ ચાર તાલુકામાં આયોજીત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં મુખ્યમંત્રી હાજરી આપી વિકાસનો માર્ગ મોકળો કર્યો હતો.
આ દરમિયાન જાગનાથ મંદિરમાં પૂજા આર્ચના પણ કરી હતી.
મુખ્યમંત્રી ગઇ કાલે સવારે અમરેલી પહોચ્યા હતા, આ દરમિયાન અહિ સૌ પ્રથમ સુપ્રસિદ્ધ નાગનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. બાદમાં અમરેલીમાં આવેલા ગાયકવાડી રાજમહેલના નવીવીકરણના કામોનું લોકાર્પણ કર્યું હતું. ત્યા બાદ અમરેલીમાંન પીપીપી મોડેલથી 42 કરોડના ખર્ચે તૈયાર થયેલ બસપોર્ટનું લોકોર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી સાથે અમરેલીના નેતાઓ જોડાયા હતા.
અમરેલી જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયા, હીરા સોલંકી, મહેશ કસવાળા, જનક તળાવિયા, જે.વી. કાકડીયા અને સાંસદ ભરત સુતરિયા સહિતના નેતાઓ ઉપરાંત ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા.
રાજુલામાં 108 ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કર્યુ
અમરેલી અને સાવરકુંડલાના કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી રાજુલા પહોંચ્યા હતા. અહીં માર્કેટીંગ યાર્ડ સામે સ્થાપિત કરાયેલા 108 ફૂટના વિરાટ તિરંગાનું લોકાર્પણ કરાયું હતું. આ ઉપરાંત રાજુલા નગરપાલિકાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. રાજુલામાં કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ધારાસભ્ય હિરા સોલંકી અને પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ધારી પોલીસ હેડ ક્વાર્ટર અને નવનિર્મિત ડીવાયએસપી ઓફિસનું લોકાર્પણ કર્યું હતું.