सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gandhinagar: ગુજરાતના આ શહેરમાથી મળી આવ્યો ઝીકા વાયરસનો વધુ એક કેસ, તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં દેખરેખ શરુ.

ગાંધીનગરમાં મિશ્ર ઋતુના કારણે મચ્છરજન્ય રોગમા ઉછાળો આવ્યો છે.

Jashu Bhai Solanki
  • Nov 1 2024 2:56PM

ગાંધનગરમાં સેક્ટર-5 માં રહેતા 75 વર્ષના વૃદ્ધાની તબિયત લથડી હતી. જેને લઇ તેમને ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ દરમિયાન ઝીકા વાયરસ હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગરમાં હાલ મિશ્ર ઋતુના કારણે મચ્છરજન્ય રોગમાં પ્રમાણમા વધારો થયો છે. એવામાં ગાંધીનગરમાંથી ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. જેમાં સેક્ટર-5 ના 75 વર્ષીય વૃદ્ધની તબિયત લથડી હતી. હાલ તેમની સારવાર ચાલી રહી છે.

પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા સેમ્પલ 
ગાંધીનગરમાં મિશ્ર ઋતુનાં અહેસાસ વચ્ચે વાયરલ બિમારીઓ વધી છે. બીજીબાજુ મચ્છરજન્ય રોગોનું પણ પ્રમાણ વધી ગયું છે. ડેન્ગ્યુની સાથે ચિકનગુનીયાનાં રોગમાં પણ શારીરિક પિડા-દુઃખાવો લાંબા સમય સુધી રહેવાની ફરિયાદ છે. એવામાં મચ્છરથી ફેલાતા ઝીકા વાયરસનો શંકાસ્પદ કેસ ગાંધીનગર શહેરમાંથી મળી આવ્યો છે. ગાંધીનગરના સેક્ટર-5માં રહેતા વૃદ્ધની તબીયત લથડી હતી. જેને લઇ તેમને સારવાર અર્થે અમદવાદની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જે દરમ્યાન તબીબોને વૃદ્ધ દર્દીના લક્ષણો અલગ લાગતા તેમણે ઝીકા વાયરસના પરિક્ષણ માટે જરૃરી સેમ્પલ લેવડાવ્યા હતા અને તે પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઇ અને રોગચાળો અટકે તેને લઇ શંકાસ્પદ દર્દીના ઘર સહીતના આસપાસ વિસ્તારોમાં ખાસ ડ્રાઈવ યોજી પોરાનાશક તેમજ ફોગીંગની પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સેકટર 5 સહિત આસપાસના સેક્ટરોમાં મોનીટરીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જોકે હાલ દર્દીની હાલત હાલ સ્થિર હોવાને પગલે ઘરે જ સારવાર આપવામાં આવી રહી છે.

હાલ તંત્ર દ્વારા લોકોને અપિલ પણ કરવામાં આવી રહી છે, સામાન્ય તાવ-શરદી જણાય તો પણ રિપોર્ટ ફરજીયાત કરવો તેમજ યોગ્ય સારવાર લેવી. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार