सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે કાંસની સફાઈ કરવા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનું ખાસ સૂચન

નડિયાદ શહેરમાં ભારે અને અતિ ભારે વરસાદમાં ભરાઈ જતા પાણીથી પ્રજાજનોને હાલાકી ના પડે તે માટે પગલા ભરવા સિંચાઈ વિભાગને રજૂઆત

યેશા શાહ
  • Jun 3 2024 5:48PM
નડિયાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે ચોમાસા પૂર્વે તમામ કાંસની સફાઈ કરવા માટે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા સિંચાઈ વિભાગને તાત્કાલિક અસરથી કામગીરી શરૂ કરવા માટે સૂચન કરાયું હતું.જેના પગલે પગલે સિંચાઈ ભાગ દ્વારા તમામ કાંસની સફાઈ કામગીરી આરંભી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો જોઈએ તો, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા તારીખ 20 મેના રોજ મહીં સિંચાઈ વિભાગને પત્ર વ્યવહાર કરીને નડિયાદ શહેરને જોડતા ઝારોલ કાંસ અને જીઆઇડીસીથી કમળા શેઢીનદીના કાંસને હિટાચી મશીનથી અથવા મોટા મશીનનોથી ઊંડાઈથી સફાઈ કરીને પાણીનું સત્વરે અને જલ્દીથી વહન થાય તે પ્રકારનું આયોજન કરીને કાંસની સફાઈ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેના પગલે પગલે સિંચાઈ વિભાગ દ્વારા ભારે કે અતિભારે વરસાદમાં પણ નડિયાદ શહેરમાંથી જલ્દી પાણીનું વહન થઈ જાય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં કામગીરી ચાલુ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार