सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

નડિયાદ : ડભાણ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા સ્કોર્પિયો ચાલકે રાહદારીઓને અટફેટે લીધા

નડિયાદ રુલર પોલીસે દિપક સિંહની ફરિયાદને આધારે અજાણ્યા સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

યેશા શાહ
  • Jul 8 2024 3:09PM
ડભાણ પેટ્રોલ પંપ નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં અજાણ્યા સ્કોરપીઓ ચાલકે પોતાની ગાડી પુર ઝડપે અને બેફીકરાઇ અને ગફલત ભરી રીતે ચલાવી લઇ આવી ડભાણ રીલાયન્સ પેટ્રોલપંપ પાસે ચાલતા 2 ઇસમો ને ટકકર મારી પાડી દઈ ઇજાઓ પહોંચાડતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર  દિપકસિંહ સુરેશસિંહ  સિંગ  ડભાણ અશોક ટીમ્બર માર્ટમાના મકાનમાં તા-નડીયાદ ગત્  તા-૦૨/૦૭/૨૦૨૪ ના રોજ રાતના આઠેક વાગ્યના અરસામાં કંપનીમાં ટ્રકમાં માલ ભરેલો હતો. જે ના ડ્રાઇવર સોત્રે રાજ પરમાર રહે.નડીયાદ રામતલાવડી ને એડવાન્સ પૈસા આપવાના હતા.તે તેની બાઇકમાં હતા અને ડ્રાઇવર પ્રેટ્રોલ  ભરાવવા માટે ગયેલો હતો. જેથી દીપક સિંહ તથા ફુવાનો દિકરો ઓમસીંગ બંન્ને જણા રોડથી ચાલતા પેટ્રોલપંપ બાજુ જતા હતા. તે વખતે એક સફેદ રંગની સ્કોરપીઓ ગાડી સામેથી ડભાણ બાજુથી આવી અને તે સ્કોરપીઓ વાળાએ તેની સ્કોરપીઓ ગાડી એકદમ બેફીકરાઈ અને ગફલત ભરી રીતે પુર ઝડપે ચલાવી આવી દિપક સિંહ તથા ઓમસીંગ ને ટકકર મારી હતી. જેથી બંન્ને જણા રોડ ઉપર નિચે પટકાયા હતા. અને ટક્કર વાગવાથી ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ પહોંચી નીચે પટકાવવાથી ગાડી નો નંબર જોઈ શક્યા ન હતા.જેઓને 108 મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર કરી અને ત્યાંથી વધુ સારવાર અર્થે પ્રથમ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જેથી નડિયાદ રુલર પોલીસે દિપક સિંહની ફરિયાદને આધારે અજાણ્યા સ્કોર્પિયો ચાલક વિરુદ્ધ ગતરોજ સાંજના 5:30 વાગ્યાના અરસામાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार