सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Junagadh: આજથી ગીરનાર લીલી પરિક્રમાં પ્રારંભ, જાણો તંત્ર દ્વારા શું શું વ્યવસ્થા કરવામાં આવી છે

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે બાળકી પર દીપડાએ કરેલા હુમલાનું પુનરાવર્તન ન થાય તે માટે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે

Jashu Bhai Solanki
  • Nov 11 2024 1:39PM

આજથી 11 નવેમ્બર કારતક સુદ દસમથી ગિરનાર લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ વર્ષે ગિરનાર ફરતે પરિક્રમા 15 નવેમ્બર સુધી યોજવામાં આવી છે. જેમાં લાખોની સંખ્યામાં યાત્રિકો આવે છે અને તેઓ પગપાળા આ પરિક્રમા કરે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે એક બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. જાણો અહીં આ વખતે પરિક્રમામાં શું શું ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે...

લીલી પરિક્રમામાં શું શું વ્યવસ્થા કરવામાં આવી..
પરિક્રમાના રૂટ પર 80 થી વધુ અન્નક્ષેત્રો તૈયાર કરાયા છે
પરિક્રમાના રૂટ પર છાશ-દૂધના 23 કેન્દ્રો રખાયા છે
પરિક્રમાના રૂટ પર પાણીની 32 ટાંકી ગોઠવવામાં આવી છે
અઢી હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા છે
સીસીટીવી કેમેરા અને ડ્રૉનથી નજર રાખવામાં આવશે
ફ્રી વાહન પાર્કિંગના બોર્ડ મુકવામાં આવ્યા છે 
રૂટ ના ભટકે તે માટે સાઈન બોર્ડ લગાવવામાં આવ્યા છે
એક હજારથી વધુ કચરાપેટીઓ મુકવામાં આવી છે
મેડિકલ-પેરા મેડિકલની 16 ટીમો તૈનાત કરાઇ છે
ભવનાથના નાકોડામાં આઇ.સી.યુ. કાર્યરત રહેશે
પરિક્રમાના રૂટ પર કુલ 16 એમ્બ્યૂલન્સ સ્ટેન્ડબાય રહેશે
પરિક્રમાના રૂટ પર 10 હંગામી દવાખાના ઉભા કરાયા છે
રાત્રે અજવાળુ કરવા આઠ ડીઝલ જનરેટર સેટ મુકાયા છે
સિંહ, દીપડાને રૂટથી દુર રાખવા 350 વનકર્મીનો સ્ટાફ તૈનાત રહેશે.

ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ 
ગિરનાર લીલી પરિક્રમા ભવનાથથી પ્રારંભ થાય છે. રૂપાયતનથી ઈંટવા, ચાર ચોક થઈ જીણાબાવાની મઢી, જાંબુડી થાણાથી ચાર ચોક, જીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણા બાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી, માલીડાથી પાટવડ કોઠાથી સુરજકુંડ, સરકડીયાથી સુખનાળા, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડીની કેડી, નળપાણી જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા, ત્રણ રસ્તાથી બોરદેવી અને ત્યાંથી ભવનાથ સુધીમાં આ 36 કિ.મી.ની પરિક્રમા પૂર્ણ થાય છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार