ઓલિમ્પિક્સ 2024માં પેરીસમાં યોજાઇ હતી. આ પછી આગામી એટલે કે 2028 માટે ઓલિમ્પિક લોસ એન્જલસમાં યોજાશે. આ પછી 2032 માટે પણ શહેર નક્કી કરવામાં આવ્યુ છે. પરંતુ 2036માં યોજાનારી ઓલિમ્પિક ક્યા યોજાશે તે હજુ નક્કી થયું નથી. મળતી માહિતી મુજબ ભારતે 2036 એલિમ્પિક માટે દાવેદારી નોંધાવી છે. IOCને પત્ર લખી ભારતે દાવેદારી નોંધાવી છે.
2032 ઓલિમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં
તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે ભારતમાં ઓલિમ્પિક 2036 યોજાવાના સમાચાર સામે આવ્યા છે. આ પહેલા પણ આ અંગે કેટલાક અહેવાલો સામે આવ્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત 2036માં યોજાનારી ઓલિમ્પિક માટે આગળ આવી શકે છે. જ્યારે 2036 પહેલા 2032 ઓલિમ્પિક ગેમ્સ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં યોજાશે. સમાચાર એજન્સીએ એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે ભારતે ઓલિમ્પિક 2036 માટે બિડ સબમિટ કરી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશને ઔપચારિક રીતે ઑક્ટોબર 1, 2024 ના રોજ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ને ઔપચારિક રીતે ઇરાદાનો પત્ર સુપરત કર્યો હોવાથી ઓલિમ્પિકનું આયોજન કરવાની ભારતની તકો વધી ગઈ છે.
પીએમ મોદીએ ઓલિમ્પિક 2036 વિષે વાત કરી હતી.
ભારતે ગયા વર્ષે એટલે કે ઓક્ટોબર 2023 માં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141માં સત્રનું આયોજન કર્યું હતું. આ સત્ર ત્રણ દિવસ સુધી ચાલ્યું, જેના ઉદ્ઘાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી, 15 ઓગસ્ટના અવસર પર, પીએમ મોદીએ ફરી એકવાર લાલ કિલ્લા પરથી 2036 ઓલિમ્પિકની યજમાની કરવાના સંકલ્પને પુનરાવર્તિત કર્યો.