सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડતી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ડ

પોલીસે બાતમી હકીકતના આધારે આરોપીને દબોચી લીધો

યેશા શાહ
  • Jul 3 2024 6:50PM
પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઇ નાઓએ અગામી રથયાત્રા તહેવાર અનુસંધાને પ્રોહિબીશન ડ્રાઇવ તથા પ્રોહિબીશનના જીલ્લાના તથા જીલ્લા બહારના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા શોધી કાઢવા સારુ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નડિયાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.ભરવાડ નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પો.સબ.ઇન્સ એસ.બી.દેસાઈ તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન અ.હેડકો શ્રવણકુમાર સીયારામ તથા પો.કો કિંજનકુમાર જગદિશચંદ્ર નાઓને સંયુક્ત બાતમી હકિકત મળેલ કે " રૂત્વીકભાઈ તળપદા. રહે, કમળા ફાર્મ નડિયાદ તા.નડિયાદ નાનો અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતો ફરતો છે. અને સદર આરોપી હાલ ઝકરીયા મસ્જીદ બહાર ઉભો છે તેણે શરીરે પ્રીન્ટેડ નેવી બ્લુ તથા સફેદ કલરની ડીઝાઈન વાળું આખી બાયનુ શર્ટ તથા ભુરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે". જે બાતમી આધારે સદર ઇસમને પકડી ગુના સબંધે પુછપરછ કરતા પોતે ગુનાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરેલ જેથી સદર ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૫ (૧)(જે) મુજબ અટક કરી આગળની વધુ તપાસ સારુ અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન સોંપવાની તજવીજ કરવામા આવેલ છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार