सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ભારત સરકારને આગ્રહ : બાંગલાદેશના હિન્દુઓની સુરક્ષા માટે ભારત સરકાર ત્વરીત પગલા ભરે

યેશા શાહ
  • Aug 13 2024 6:50PM
આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી બાંગલાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન્દુઓના ઘર, મંદિર, ધાર્મિક શ્રધ્ધા કેન્દ્રો વગેરેને તોડફોડ અને આગ જનની તથા હિંદુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે.

બાંગ્લાદેશમાં હિંન્દુઓ ઉપર થઈ રહેલા જેહાદી રાક્ષસી હુમલા તથા ભીષણ અત્યાચારથી વિશ્વભરના હિન્દુઓમાં તીવ્ર રોપ છે. ત્યારે અખિલ ભારતીય સંત સમિતિ આ રાક્ષસી હિંસાને ઘોર ક્રૂરતાની સખત શબદોમાં નિંદા કરી વખોડે છે. બાંગ્લાદેશના હિન્દુઓએ પણ ઢાકામાં મોટી સંખ્યામાં દેખાવો કરીને વર્તમાન શાશન માટે અલ્પસંખ્યકોની રક્ષા માટે અયોગ બનાવવાની માંગ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને માનવ અધિકાર પંચને અપીલ કરે છે કે બાંગલાદેશના લઘુમતિ હિન્દુઓની સલામતી નિશ્ચત કરે તથા તેના ઉપર થઈ રહેલા ભીષણ અત્યાચાર વિરુધ્ધ તીવ્ર વિરોધ પ્રગટ કરવા કાર્યરત બને. વધુ માં જણાવ્યું હતું કે ખેદ સાથે કહેવું પડે કે બાંગલાદેશમાં ૫૦ વર્ષ પહેલા ૩૨% હિન્દુઓ હતા જે આજે ઘટતા ઘટતા ફક્ત ૮% (આઠ) જેટલા જ રહ્યા છે. આ આઠ ટકા પણ હત્યા-હિંસા અને અત્યાચારનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિ ભયાવહ અને ચિંતાજનક છે.

અખિલ ભારતીય સંત સમિતિ ભારત સરકારને આગ્રહ કર્યો છે કે બાંગલાદેશના હિન્દુઓની સુરક્ષા માટે  ભારત સરકાર  ત્વરીત પગલાં ભરે તથા સરહદ પર શરણાર્થી બનેલા હિન્દુઓ માટે આશ્રય અને નિભાવ માટે ઉચીત કાર્યવાહી કરે.

આ પત્રકાર પરિષદમાં પ.પૂજ્ય શ્રી જગતગુરુ અવિચલદેવાચાર્ય મહારાજ રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ, પ.પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ, અરવિંદભાઈ બ્રહ્મભટ્ટ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંયોજક, પ.પૂજ્ય શ્રી મોહનદાસ મહારાજ કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ, રાજનભાઈ ત્રિપાઠી અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેના ગુજરાત તેમજ હિન્દુ ધર્મ સેનાના સેનાનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार