सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

સક્ષમ ભારત: ઈઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ એટેક, જાણો કેટલી ક્ષમતા

ભારત પાસે મીડિયમ રેન્જ સરફેસ-ટુ-એર મિસાઈલ છે જે 70km સુધીનુ રક્ષણ કરી શકે છે.

Jashu Bhai Solanki
  • Oct 2 2024 4:21PM

પૃથ્વી એર ડિફેન્સ એ એન્ટી બેલેસ્ટીક મિસાઇલ છે, તો વાતાવરણની બહાર બેલેસ્ટીક મિસાઇલોને રોકવા માટે બનાવવામાં આવી છે. તેમની રેન્જ 300 કીમી થી 2000 કીમીની છે. તે 80 કિમી ઉંચાઇ સુધી મિસાઇલને અટકાવી શકે છે. 

ઇરાને ઈઝરાયલ પર છોડવામાં આવેલી મિસાઇલો અટકાવ્યા બાદ સવાસ એ ઉભો થાય કે શુ ભારત પાસે પણ આવું રક્ષણ છે ? ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો સામે લડવા માટે ભારત પાસે બહુસ્તરીય એર ડિફેન્સ સિસ્ટમ છે.ઈરાને ઈઝરાયલને નષ્ટ કરવા માટે લગભગ 200 મિસાઈલો છોડી હતી, પરંતુ એક પણ લક્ષ્ય સુધી પહોંચી શક્યું ન હતું. ઈઝરાયેલે તેની હવાઈ સંરક્ષણ પ્રણાલી વડે હવામાં રહેલી તમામ મિસાઈલોનો નાશ કર્યો.

ચાલો જાણીએ ભારત પાસે હુમલાને રોકવાની કેટલી શક્તિ છે..

બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામ
દુશ્મન બેલેસ્ટિક મિસાઈલોને રોકવા માટે ભારત પાસે બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ  પ્રોગ્રામ  છે. તેમાં જમીન અને સમુદ્ર આધારિત ઇન્ટરસેપ્ટર મિસાઇલોનો સમાવેશ થાય છે. હુમલો કરવા આવતી બેલેસ્ટિક મિસાઈલોને રોકવા માટે પૃથ્વી એર ડિફેન્સ અને ઓછી ઉંચાઈ પર મિસાઈલોને રોકવા માટે એડવાન્સ્ડ એર ડિફેન્સ (AAD) મિસાઈલો છે. આ દ્વિસ્તરીય એર ડિફેન્સ સિસ્ટમથી 5000 કિલોમીટરના અંતરથી છોડવામાં આવતી કોઈપણ મિસાઈલને રોકી શકાય છે.   

પૃથ્વી એર ડિફેન્સ એર  મિસાઇલ
પૃથ્વી એર ડિફેન્સ એર  મિસાઇલ એ એક બેલેસ્ટિક મિસાઇલ છે, તે વાતાવરણની બહાર આવનારી મિસાઇલોને કોરવામાં મદદ કરે છે. તેમની રેન્જ 300 કીમીથી 2000 કિમીની છે. 

આકાશ એર ડિફેન્સ સિસ્ટમ 25 કિમી સુધી સુરક્ષા પૂરી પાડે છે
ભારત પાસે શોર્ટ રેન્જ સ્ટ્રાઈક માટે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ છે. તેની રેન્જ 25 કિલોમીટર છે. તે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક લક્ષ્યોની સુરક્ષા માટે તૈનાત છે. તે ડ્રોન, હેલિકોપ્ટર, ફાઈટર પ્લેનથી લઈને મિસાઈલ સુધીના દરેક હવાઈ ખતરાને ખતમ કરી શકે છે. તેમજ ભઆરત પાસે એસ-400 ટ્રાયમ્ફ, સ્પાઇડર અને બરાક 8 LRSAM છે. જે મિસાઇલને રોકવામાં સક્ષમ છે. 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार