નડિયાદ શહેરમાં બંધ સીટી બસ શહેરમાં પુનઃ દોડાવવા માંગણી કરાઈ
નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા નાયબ કમિશ્નરને આવેદનપત્ર આપવામાં આવ્યું
નડિયાદ કોર્પોરેશન બન્યાના એક સમાન પહેલા શરુ થયેલી સીટી બસ સેવા કોઈ ટેકનીકલ કારણોસર બંધ થઈ ગઈ હતી. જેને લાંબા દિવસો વિતવા છતાં ચાલુ ન કરવામાં આવતા નડિયાદ શહેરના નગરજનોમાં રોષ ભભૂક્યો છે. સીટી બસ સેવાથી વંચિત સિનિયર સિટીઝનો, વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ ઘણી મુશ્કેલીમાં છે. ત્યારે આ સીટી બસ સેવા પુનઃ ચાલુ કરવામાં આવે તેવી માંગણી સાથે પશ્ચિમ નાગરિક સમિતિએ આજે મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી.
ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડને આપેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૩મા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત શહેરી વિકાસ મિશન મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત સીટી બસ ચલાવવાનો તમામ ખર્ચ સરકાર દ્વારા ચાર સપ્તાહમાં નગરપાલિકાને ચુકવી આપવાનો આદેશ હતો. જે બાદ બે વર્ષથી વધારે સમય વીતવા છતાં નડિયાદના નાગરિકો માટે આ સિટી બસની સુવિધા મળતી ન હતી. વચ્ચે ડિસેમ્બર ૨૦૨૪ના છેલ્લા સપ્તાહમાં નડિયાદમાં પાંચ જેટલી સીટી બસ શરૂ કરવામાં આવી હતી. જેનુ હંગામી ધોરણે બસ સ્ટેન્ડ રેલ્વે સ્ટેશન સામે કેબીન નાખી ઉભુ કરવામાં આવ્યું હતું.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प