सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

કલોલના બગીચા ખાતે આવેલ પાણીની ટાંકી જર્જરીત બની

જર્જરીત બનેલી ટાંકી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જે તેવી ભિતી

રાજ શાહ
  • Jan 5 2023 12:22PM
કલોલના બગીચા પાસે જૂની ઓવરહેડ પાણીની ટાંકી આવેલી છે. આ પાણીની ટાંકી યોગ્ય મેઇન્ટેનન્સના અભાવે અત્યારે જર્જરીત બની ચૂકી છે. જે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જી શકે તેમ છે. જેથી જર્જરીત અવસ્થામાં રહેલી ટાંકીને ધરાસાઈ કરીને નવી ટાંકી બનાવવામાં આવે તેવી માંગ થઈ રહી છે.

 કલોલ શહેરના સરદાર બાગ ખાતે જૂની પાણીની ટાંકી આવેલી છે. સરદાર બાગ વિસ્તાર મુખ્ય વિસ્તાર હોવાથી લોકોની અવરજવર મોટી સંખ્યામાં જોવા મળે છે. તે જ વિસ્તારમાં આવેલી જૂની ટાંકી બિસ્માર હાલતમાં હોવાથી ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેવી ભીતી લોકો સેવી રહ્યા છે. બિસ્માર થયેલી ટાંકીના સડિયા તેમજ પોપડા પણ ઉખડી ગયા છે. જર્જરીત અવસ્થામાં રહેલી ટાંકીને કારણે સરદાર બાગ ખાતેથી પસાર થતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જો આ ટાંકીને સમયસર દૂર કરવામાં નહીં આવે તો મોટી હોનારત થઈ શકે તેમ છે.

એક ચર્ચા અનુસાર નવી ટાંકી બનાવવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પરંતુ નગરપાલિકા દ્વારા હજુ સુધી ટેન્ડર ખોલવામાં આવ્યું નથી. જેથી નગરપાલિકા આ ઓવરહેડ ટાંકી લોકો માટે જોખમી બને, તે પહેલા પાડી દઇને નવી ટાંકી બનાવવામાં આવે તેવી માંગ છે.

બિસ્માર અવસ્થામાં રહેલી ટાંકીના સળિયા તેમજ પોપડા પણ ઉખડેલા જોવા મળી રહ્યા છે. જેથી ઝડપથી તંત્ર આ ઓવરહેડ ટાંકીને પાડી નવી ટાંકી બનાવે તેવી માંગ ઉઠી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार