सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Mann ki baat: 'મન કી બાત'ના 10 વર્ષ પૂરા, PM મોદીએ કહ્યું- કરોડો શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસિયોને સંબોધિત કરે છે.

Jashu Bhai Solanki
  • Sep 29 2024 12:44PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે. તેમણે કહ્યું કે મન કી બાત કાર્યક્રમને 10 વર્ષ પૂર્ણ થયા છે. પીએમ મોદીએ કહ્યું કે દેશના કરોડો શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી આર્કિટેક્ટ છે. મન કી બાત કાર્યક્રમનો આ 114 મો એપિસોડ છે, જ્યારે ત્રીજી વાર પ્રધાન મંત્રી બન્યા પછી પીએમ મોદીનો આ ચોથો કોર્યક્રમ છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે આજે સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ માધ્યમથી દેશવાસિયોને સંબોધિત કર્યા હતા. 114માં એપિસોડમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આજનો એપિસોડ ખુબ જ મહત્વનો એપિસોડ છે. મન કી બાત કાર્યક્રમને 10 વર્ષ પુરા થયા છે. 3 ઓક્ટોબર 2014 માં મન કી બાત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. તે દશેરાનો દિવસ હતો. અને એ ખુબ જ સારો સંયોગ છે કે આગામી 3 દિવસમાં જ નવરાત્રીની શરુઆત થઇ રહી છે. 

શ્રોતા જ આ કાર્યક્રમના શિલ્પી

પીએમ મોદીએ કહ્યું હતુ કે શ્રોતા જ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે, પીએમ મોદીએ કહ્યું કે જ્યાં સુધી કોઈ વસ્તુ મસાલેદાર અને નેગેટિવ ન હોય ત્યાં સુધી ધ્યાન નથી જતું. પરંતુ મન કી બાત કાર્યક્રમે સાબિત કરી દીધું છે કે દેશના લોકો હકારાત્મક માહિતીના કેટલા ભૂખ્યા છે.

પીએમ મોદીએ લોકોનો આભાર માન્યો.

મન કી બાત કાર્યક્રમના 10 વર્ષમાં એવી હારમાળા તૈયાર થઇ છે કે દરેક અપિસોડમાં નવી સામગ્રી, નવા કિર્તીમાન અને નવા વ્યકિત જોડાઇ છે. સામુહિકતીથી હોવા વાળો દરેક કાર્યક્રમને મન કી બાતમાં સન્માન મળે છે. વધુમાં ટીવી ચૈનલ અને પ્રિંટ મીડિયાનો આભાર માન્યો હતો, અને કહ્યુ હતુ કે આ સંસ્થાઓ દ્વારા જ કાર્યક્રમ ઘર-ઘર સુધી પહોચે છે. 

મન કી બાતમાં ઝાંસીની મહિલાઓનો પણ ઉલ્લેખ 

પીએમ મોદીએ તેમના કાર્યક્રમમાં જળ સંરક્ષણનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે હવે વરસાદી પાણીનું સંરક્ષણ જળ સંકટ સમયે ઉપયોગી થશે. તેમણે કહ્યું કે આ દેશમાં ઘણા લોકો ખૂબ સારું કામ કરી રહ્યા છે. આવો જ એક પ્રયાસ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં જોવા મળ્યો છે. ઝાંસીની કેટલીક મહિલાઓએ ઘુરારી નદીને નવજીવન આપ્યું છે.

આ મહિલાઓએ જળ સહેલી બની અભિયાનનું નેતૃત્વ કર્યું છે, મહિલાઓએ જે રીતે પાણી બચાવી  રહી છે તેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. આ મહિલાઓએ રેતીથી બોરીઓ ભરીને ચેકડેમ બનાવી નદીનું પાણી ભર્યું છે. 

ડિંડોરીની મહિલાના પણ વખાણ કર્યા 

પીએમ મોદીએ મધ્યપ્રદેશના બે પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ડિંડોરીના રાયપુરા ગામમાં એક મોટા તળાવના નિર્માણને કારણે ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. જેનો લાભ ગામની મહિલાઓને મળ્યો. શારદા આજીવિકા સ્વસહાય જૂથ સાથે સંકળાયેલી મહિલાઓએ માછલીની ખેતી શરૂ કરી.

છતરપુરની મહિલાઓએ તળાવને જીવંત કર્યું

છતરપુરમાં પણ જ્યારે ખોમ્પ ગામમાં મોટું તળાવ સૂકવવા લાગ્યું ત્યારે મહિલાઓએ તેને પુનઃજીવિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. હરી બગીયા સ્વસહાય જૂથની આ મહિલાઓએ મોટા પ્રમાણમાં કાંપ દૂર કર્યો. મહિલાઓએ બંજર જમીન પર આ કાંપનો ઉપયોગ કર્યો અને બગીચો તૈયાર કર્યો.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार