ખેડા જિલ્લાના નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી કરાવવા પડાપડી
સરકારી પ્રશાસન ઈ-કેવાયસી માટે આયોજનબદ્ઘ રીતે કામગીરી કરે તેવી માંગ ઉઠી
રાજ્ય સરકારની યોજનાઓનો લાખ લેવા માટે લોકોએ નડિયાદ શહેરમાં શાળાઓમાંથી વિદ્યાર્થીઓને ઈ-કેવાયસી કરાવવુ ફરજિયાત કરાયું છે, ત્યારે નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી નાગરીકોએ મામલતદાર કચેરીએ દોડવાનો વારો આવ્યો છે, E-કેવાયસી મામલે સરકાર અને તંત્રની કોઈ ચોક્કસ ગાઈડલાઇન ન હોવાના કારણે હવે નાગરીકોને મુશ્કેલી પડી રહી છે, સરકારી પ્રશાસન ઈ-કેવાયસી માટે આયોજનબદ્ઘ રીતે કામગીરી કરે અને નાગરીકોને પડતી હાલાકીનું નિવારણ લાવે તે ખૂબ જ જરૂરી બન્યુ છે. આ સાથે લોકોને કામ કરાવવામાં મોડુ થતા તેઓના રોષનો સામનો કોમ્પ્યુટર ઓપરેટરોને વેઠવો પડ્યો છે.
નડિયાદ શહેરમાં ડભાણ રોડ સ્થિત કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નડિયાદ શહેર અને ગ્રામ્ય મામલતદાર કચેરી આવેલ છે, આ કચેરીના જન સુવિધા કેન્દ્રમાં હાલ ઈ-કેવાયસી માટે નડિયાદ શહેર અને તાલુકામાં આવતા ગ્રામ્ય વિસ્તારના નાગરીકો આવી રહ્યા છે, સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપ માટે ઈ-કેવાયસી કરવા માટે શાળાઓ દ્વારા દબાણ કરવામાં આવી રહ્યુ છે. તો બીજીતરફ સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ઈ-કેવાયસી ફરજીયાત કરી દેવાયુ છે.
જેના કારણે નાગરીકોએ મામલતદાર કચેરી પહોંચી રહ્યા છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प