નડીયાદના શાંતિ ફળીયામાં જુગાર રમતા ૭ ઇસમોને ઝડપતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોર્ડ
પોલીસે ૭ ઇસમોને રોકડ રૂ. ૨૨૩૪૦/- તથા મોબાઇલ સાથે મળી રૂ. ૪૨૩૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર.બાજપાઈ નાઓના માર્ગદર્શન હેઠળ એમ.બી.ભરવાડ પોલીસ ઇન્સ્પેક્ટર નડીયાદ ટાઉન પો.સ્ટે. નાઓએ પ્રોહિ-જુગારના વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચના કરેલ. જે આધારે નડીયાદ ટાઉન પો.સ્ટેશન ના સર્વેલન્સ પો.સ.ઈ એસ.બી. દેસાઇ નાઓએ જરૂરી માગદર્શન આપેલ.
દરમ્યાન અ.હેઙકો શ્રવણકુમાર શીયારામ બ.નં. ૮૧૨ તથા આ.પો.કો. નિકુંજકુમાર જગદીશચંદ્ બ.નં. ૪૪ નાઓને બાતમી હકિકત મળેલ કે, નડીયાદ શાંતિ ફળીયામાં ભવાનચાલીમાં રહેતા સની પરમાર નાઓ તેઓના મકાનની ખુલ્લી ઓસરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે આજુબાજુના માણસો ભેગા કરી જાહેરમાં પોતાના ફાયદાસારૂ પત્તા પાનાથી હારજીતનો જુગાર રમી રમાડે છે જે મળેલ બાતમી હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા કુલ ૭ (સાત) ઇસમો જુગાર રમતા મળી આવેલ જેઓની અંગજડતી તથા દાવ ઉપરથી કુલ રૂ. ૨૨૩૪૦/- રોકડ રૂપિયા તથા જુગારના સાધનો પાના પત્તા તથા કુલ ૪ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૨૩૪૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા સદરહુ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प