सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

આર્મીમેનના યુનિફોર્મમાં ખોટો રોફ જમાવતો હતો યુવક, એસ.ઓ.જી.ને શંકા જતા દબોચી લીધો

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી નકલી સરકારી ઓફિસ, નકલી અધિકારી, નકલી શાળા ચાલતી હોવાના ખુલાસાઓ થયા છે

Jashu Bhai Solanki
  • Nov 30 2024 2:50PM

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી નકલી સરકારી ઓફિસ, નકલી અધિકારી, નકલી શાળા ચાલતી હોવાના ખુલાસાઓ થયા છે. ત્યારે લોકોમાં રોફ જમાવવા માટે આર્મીનો યુનિફોર્મ પહેરીને સીનસપાટા કરવાનું એક યુવકને મોંઘુ પડ્યું. જેમા પોરબંદર એસઓજીએ નકલી આર્મીમેનની ગતિવિધી પર શંકા જતા પકડ્યો હતો. ત્યારબાદ પુછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી મહિતી મુજબ એસઓજીએ સંજય ડોડિયા નામના શખ્યને ચોપાટી પરથી દબોચ્યો હતો. યુવકને યુનિફોર્મનો શોખ હોવાનું સામે આવ્યું છે.

અગાઉ જૂનાગઢમાંથી પણ મળી આવ્યો હતો આવો કેસ, જૂનાગઢમાં આર્મી કેપ્ટન તરીકેની ઓળખ આપી 6 લોકોને ખંખેરી લીધા હતા. 10 લાખથી વધુની છેતરપિંડી કરી હતી. અમદાવાદમાથી પણ નકલી હોસ્પિટલ મળી આવી હતી.

નકલી જજ
આરોપી એડવકેટ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયને અમદાવાદમાં બોગસ કોર્ડ ઉભુ કરીને લોકોને ચુકાદા આપતો હતો. તેમજ સુરત જિલ્લા માથી નકલી આઇપીએસ ઝડપાયો હતો. તેમજ નકલી નર્સિગ કોલેજ પણ ઝડપાઇ હતી. જેના વિરુદ્ધ પોસીલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार