सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

મોબાઈલ ગેમ બન્યું ભાઈનું મોતનું કારણ

ખેડા તાલુકાના ગોબલજ ગામે બે ભાઈઓ વચ્ચે મોબાઈલ પર ગેમ રમવા માટે ઝગડો થવાના એક ભાઈએ બીજા ભાઈને કૂવામાં ફેંકી દીધો

પ્રજ્ઞેશ જે.ભાવસાર
  • May 27 2022 1:37PM
નાના બાળકોમાં મોબાઈલ ગેમ દુષણ વધતું જાય છે.જેના કારણે ખેડા તાલુકાના ગોબલજ ગામે મોબાઈલમાં ગેમ રમવા બાબતે ને પિતરાઈઓ વચ્ચે ઝઘડો થતા એક ભાઈએ બીજા ભાઈને પથ્થર મારી કૂવામાં ફેંકી દેવાની  ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.સમગ્ર ઘટનાની જાણ થતાં
ખેડા ટાઉન પોલીસે આ સંદર્ભે કિશોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ખેડા તાલુકાના ગોબલેજ ગામની સીમમાં NGM 116 વેલ નજીક હવળ કૂવા પાસે બંને ભાઈઓ ગેમ રમતા હતા.તે સમયે બંને પિતરાઈ ભાઈઓ ગેમ રમવા બાબતે ઝગડો થતા એક કિશોર ભાઈએ પોતાના પિતરાઈ ભાઈ વિઝેશને માથામાં વજનદાર પથ્થર માર્યો હતો.જેના કારણે વિઝેશ ત્યાં સ્થળ પર જ ઢળી પડ્યો હતો.પથ્થરનો માર મારતા પોતે ગભરાઈ ગયો હતો.ઘટના સમયે આજુબાજુમાં કોઈ ન હોવાથી બેભાન પિતરાઈ ભાઈના હાથ તારથી બાંધી પથ્થર સાથે તેને નજીકના કૂવામાં ફેંકી દીધો હતો.જ્યાં બેભાન વિઝેશનું કુવાના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું.આ બાબતે ખેડા ટાઉન પોલીસ દ્વારા ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો હતો.અને પોલીસ સ્થળ પર જઈને મૃતદેહને બહાર કાઢી ખેડા સિવિલમા પોસમોર્ટમ માટે લઈ જવામાં ખસેડયો હતો.આ અંગે ખેડા પોલીસે કિશોર સામે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार