सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં નડિયાદ ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર મેળો યોજાયો

રોજગાર મેળા અંતર્ગત કુલ ૪૩૧ યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી

યેશા શાહ
  • Nov 30 2024 12:47PM
જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર નિયામક રોજગાર અને તાલીમની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખેડા (મોડેલ કેરિયર સેન્ટર નડિયાદ) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાનો મેગા જોબફેર અને સ્વરોજગાર શિબિર દેસાઈ સંસ્કાર કેન્દ્ર નડિયાદ ખાતે યોજાયા. આ રોજગાર મેળામાં કુલ ૫૪૭ ઉમેદવારો અને વિવિધ કંપની અને ઓદ્યોગિક એકમોના ૨૮ નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમાં કુલ ૪૩૧ યુવાઓની નોકરી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે કલેકટરએ તમામ રોજગારવાંછુ યુવા ભાઇ બહેનોને શુભેચ્છા આપતા જણાવ્યું કે ગુજરાતની અર્થવ્યવસ્થા આવનારા સમયમાં બમણી થવાની તૈયારીમાં છે ત્યારે રાજ્યભરમાં રોજગારીની વિપુલ તકો યુવાઓ માટે ઉપલબ્ધ થશે. જેના માટે યુવાઓએ પણ ફક્ત ડિગ્રી શિક્ષણ પુરતું સીમિત ન રહેતા કૌશલ્ય વિકાસ પર ધ્યાન આપી માર્કેટની જરૂરિયાત મુજબ તૈયાર થવું પડશે. તેમણે જણાવ્યું હતું કે ખેડા જિલ્લામાં લોજિસ્ટિક, ફેબ્રિકેશન, વેલ્ડર, ફીટર વગેરે વ્યવસાયમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે. જિલ્લા કલેકટરએ વડાપ્રધાનના સૂત્ર 'યહી સમય હૈ સહી સમય હૈ' મુજબ યુવાનોને રોજગાર માટેની આ તકનો લાભ લઈ ખાસ સ્કિલ ઇમ્પ્રુવમેન્ટ પર ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. 

કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટરના હસ્તે રોજગારવાંછુ યુવા ભાઈ બહેનોને રોજગાર એનાયત પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા યુવાનોને સ્વરોજગાર લક્ષી યોજનાઓ વિશેની માહિતીથી જાગૃત કરી આ યોજનાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર અધિકારી મીનાક્ષીબેન, જિલ્લા ઉદ્યોગ જનરલ મેનેજર સબાસરા, વિવિધ કંપનીઓમાંથી હાજર રહેલ નોકરીદાતાઓ, રોજગાર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં યુવા રોજગારવાંછુ ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार