બાલાસિનોર તાલુકાના ભાથલાલાટ ગામમાં ખેડૂત સેમિનાર યોજાયો
તાઇવાન કંપની દ્વારા જમીન સુધારણા અને પપૈયાના વાવેતર અંગે માર્ગદર્શન અપાયું
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ભાથલાલાટ ગામના ખેડૂત પટેલ ભવાનભાઈને ત્યાં નોન યુ સીડ - તાઇવાન કંપની દ્વારા જમીન સુધારણા અને પપૈયાના વાવેતર પહેલા જમીનની માવજત કઈ રીતે કરવી તે માટે ખેડૂત સેમિનાર યોજાયો હતો. જેમાં કંપનીના ગુજરાત મેનેજર અલ્પેશભાઈ પટેલ દ્રારા સમગ્ર વિશ્વ અને દેશમાં સૌથી ચિંતાજનક બાબત કે જે જમીનમાં ઘટી રહેલો કાર્બન છાણીયા ખાતર, લીંબોળી - દિવેલી ખોળ અને લીલા પડવાસથી કઈ રીતે વધારવો, રાસાયણિક ખાતરો, ઝેરી દવાનો વપરાશ કઈ રીતે ઘટાડીને કુદરતી સામગ્રીથી ખેતીમાં ઓછા ખર્ચે સારી ખેતી કઈ કરી શકાય, પપૈયામાં સારી માવજતથી વીઘે 6-8 લાખ આવક મેળવી શકાય એ લાઈવ ખેડૂતોને પ્લોટ નિદર્શન દ્રારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં પપૈયા રેડલેડી 786 ના ધરું ઉછેર કરતા ક્વોલિટી નર્સરી (માઢી) ના માલિક ભરતભાઈ પટેલ દ્રારા યોગ્ય માવજત વાળા રોપ કેવા હોય, કેટલા દિવસના રોપા લેવાય અને ડુપ્લિકેટ રોપાથી છેતરાવું નહિ એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં આજુ-બાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प