પેટલાદના સીમરડા કૃષ્ણ પ્રણામી મંદિર ખાતે સુવર્ણ મહોત્સવ નો પ્રારંભ
સીમરડા કૃષ્ણ પ્રણામી મંદિર સમસ્ત સુંદર સાથ આયોજક મંડળ દ્વારા તા ૪ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવ નું આયોજન કરાયું છે
કૃષ્ણ પ્રણામી મંદિર સીમરડા ની સ્થાપના ના ૫૦ વર્ષ પૂર્ણ થતાં ૪ થી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વિશેષ રૂપ થી ૧૦૮ બ્રહ્મવાણી પારાયણ, બ્રહ્મવાણી ચર્ચા,શ્રી કૃષ્ણ કથા રસ, પ્રવચન, ભજન કિર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરાયું છે આ કાર્યક્રમ ના આરંભ પ્રસંગ માં અક્ષરાતીત પુર્ણબ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજ ની સવારી તેમજ ગુરુજનો ની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. હિન્દુ ધર્મ ને વઘુ સંગઠિત કરવા અને ધર્મ ની ધજા ને પ્રજવલ્લિત કરવા આ અવસરે નવતન પુરી ધામ જામનગર થી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત શ્રી વિભૂષિત જગદગુરુ આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજ, મંગલપુરી ધામ સુરત થી જગદગુરુ આચાર્ય શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજ તથા કાલિંગપોંગ મંગલધામ થી શ્રી મોહનપ્રિયાચાર્ય જી મહારાજ,કર્ણાલ થી જગતરાજજી મહારાજ,સુરત માનવ મંદીર થી શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજ, દિલ્લી શક્તિનગરથી પરિમસખીજી મહારાજ, માઘરોલીથી શ્રી આનંદ દાસજી મહારાજ, બરોડા થી ધવલ કિશોર મહારાજ
મુંબઈથી રચિતા સખીજી,પદ્માવતી પુરી પન્નાથી શ્રી યોગેશભાઈ મહારાજ વિભિન્ન સ્થાને થી સંત ગુરૂજન વિદ્વવાન જન પધારી ને ધર્મલાભ પ્રદાન કરશે.આ સુવર્ણ મહોત્સવ નિમિત્તે બપોરે અને સાંજે ભોજન પ્રસાદ, સત્સંગ પ્રવચન અને સાંસ્કૃતિક કાર્યક્રમો નો લાભ લેવા અનુરોધ કરાયો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प