सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ભારતના વિખ્યાત અર્થશાસ્ત્રી પદ્મવિભુષણ મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી: સરદાર સાહેબની પ્રતિમાને ભાવાંજલિ અર્પી

એકતા નગર ખાતે નિર્માણ પામેલા આ વૈશ્વિક કક્ષાના સ્મારકને જોઇને આનંદની અનુભુતિ થઇ - મોન્ટેક્સિંઘ આહલુવાલીયા

શૈશવ રાવ નર્મદા
  • Mar 11 2025 5:32PM

વિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતના આયોજનપંચના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ નાણાસચિવ પદ્મવિભુષણ  મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ  નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને  સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલી અર્પી અને વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા.મુલાકાત વેળાએ પ્રતિમાના નિર્માણ અંગેની  એક ફિલ્મનં નિદર્શન પણ તેઓશ્રીએ કર્યૂ હતુ.  

સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાન અંગે માહિતગાર થયા હતા.

 મોન્ટેક્સિંઘ આહલુવાલીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. મુલાકાત દરમિયાન SoUના ગાઈડે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણકાર્ય અને પ્રોજેક્ટની વિશેષતાની માહિતી  આહલુવાલીયાને આપી હતી.  

મુલાકાત બાદ  મોન્ટેકસિંઘે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે,સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આજની મુલાકાત અદભુત રહી છે, સરદાર પટેલે આઝાદીમાં અને તે બાદ આ દેશ ને અખંડ બનાવવા માટે મહત્વની ભુમિકા ભજવી હતી,  અને અહીંયા શ્રી સરદાર પટેલનું વૈશ્વિક કક્ષાનું સ્મારક જોઈને હું ખુશ થયો છું, પ્રદર્શન કક્ષમાં સરદાર પટેલની ભૂમિકા ખુબ ઉત્તમ રીતે વર્ણવી છે, આ પ્રોજેકટમાં સામેલ થયેલા તમામને હું અભિનંદન આપું છું.  

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસ્કન નિયમન સત્તામંડળના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે  મોન્ટેકસિંઘ આહલુવાલીયાને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બૂક ભેટ આપી હતી.  

સ્ટેચ્યુ ઓફ યૂનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેક્ટર  ગોપાલ બામણીયા,નાયબ કલેકટર અભિષેક સિન્હા,લાર્સન એન્ડ ટુબ્રોના પ્રતિનિધી  શૈલેશ માસ્ટર ઉપસ્થિત રહ્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार