सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

થરાદના નારોલી ગામે મેઘવંશી સમાજ દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

થરાદના નારોલી ગામે સમસ્ત મેઘવંશી સમાજ‌ નારોલી દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો

અરવિંદ પુરોહિત
  • Feb 12 2025 6:25PM

થરાદના નારોલી ગામે સમસ્ત મેઘવંશી સમાજ‌ નારોલી દ્વારા શ્રી રામદેવપીર ભગવાનની વાજતેગાજતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતા ગત તારીખ ૮મી અને ૯મી ફેબ્રુઆરીના રોજ રાત્રે ૯ કલાકેથી નામાંકિત કલાકારોના સૂરે ભજન સંતવાણી ડાયરાનુ આયોજન કરાતા સત્સંગરૂપી ભાથું પીરસી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે યજ્ઞાચાર્યના પંડિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ૧૦મી ફેબ્રુઆરીના રોજ સમય બપોરે ૧૨/૩૯ વાગ્યે વાજતેગાજતે અને રામદેવપીર ભગવાનની જયઘોષના નાદથી વાતાવરણ ગજવી શ્રી રામદેવપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી તેમજ પ્રતિષ્ઠા મહોત્સવને શોભાયમાન બનાવવા સંતો- મહંતો, મહામંડલેશ્વર, રાજકીય સામાજિક અગ્રણીઓએ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત પ્રવચન આપ્યું હતું, આ પ્રસંગે મહામંડલેશ્વર, સંતો, મહંતો, રાજકીય સામાજિક અગ્રણીઓએ, નારોલી અને રડકા પંચાયતના સરપંચ, વડીલો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી રામદેવપીર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી કરી હતી.
 

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार