મુર્શિદાબાદમાં હિન્દુઓ પર અત્યાચારનો ભડકો
પાટણમાં વિહિપ અને બંગાળી સમાજનો ભવિષ્યમાં ઉગ્ર આંદોલનની ચીમકી સાથે પ્રચંડ વિરોધ
હિન્દુઓના ધર્મસ્થાનો સળગાવવામાં આવે ઘરોમાંથી બહાર કાઢવાનો પ્રયાસ થાય, અને સરકાર મૌનવ્રત ધારણ કરે
આવા આક્ષેપો સાથે આજે પાટણ શહેરમાં ભારે તણાવ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં હિન્દુ સમુદાય પર થયેલા દંગલ અને અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) અને પાટણ ખાતે વસવાટ કરતા બંગાળી સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ રોષભેર રેલી કાઢી, મમતા બેનરજી સરકાર વિરુદ્ધ ઘેરાવ કરી ઉગ્ર નારેબાજી કરી હતી
વિહિપના નેતાઓએ કહ્યું કે હવે હિન્દુ સમાજે સહનશક્તિ અંત આવી ગયો છે કટોકટી પર ચિંતન કરવું પડશે. આ માત્ર એક રાજ્યની નહીં પણ સમગ્ર હિન્દુ સમાજની સલામતીની વાત છે તેમ તેમણે જણાવ્યું.
તેમણે જણાવ્યું કે વકફ બોર્ડના નામે ચાલતી કાર્યવાહી ધાર્મિક અદ્વેષ અને રાજકીય ઈંધણ થી ચાલતી દહેશત છે, જેમાં હિન્દુઓના ધર્મસ્થાનો ને નિશાન બનાવવામાં આવે છે, ધંધા બંધ કરાવવામાં આવે છે અને ઘરોમાં ઘુસીને હુમલા થાય છે.
સ્થાનિક બંગાળી સમાજના આગેવાનો દ્વારા જણાવ્યું કે તેઓ પાટણમાં શાંતિથી જીવન વિતાવી રહ્યા છે, પરંતુ તેમના વતનમાં ભાઈઓ ઉપર જે હિંસક હુમલાઓ થઈ રહ્યા છે તે દુખદ અને અસહ્ય છે
રાષ્ટ્રપતિ શાસન લાવો! હિન્દુઓને ન્યાય આપો
રેલી દરમ્યાન ઊંચી અવાજે નારા લગાવાયા જેમ કે રાષ્ટ્રપતિ શાસન લાવો અને હિન્દુઓને ન્યાય આપો
સમગ્ર વાતાવરણને ઘમાસાણ બનાવી દીધું હતું. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને તેમણે હાથમાં બેનરો અને ફલેકસ સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વહેલી તકે પગલાં ન લેવાય તો દેશવ્યાપી આંદોલન થશે, તેવી સ્પષ્ટ ચેતવણી વિહિપ અને બંગાળી સમાજના પ્રતિનિધિઓએ આપી છે. આવેદનપત્રમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.
આ માત્ર પાટણની રજૂઆત નથી, આ તો સમગ્ર હિન્દુ સમાજનો અવાજ છે તેમ વિહિપ દ્વારા જાહેરપણે ઘોષણા કરવામાં આવી
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प