બનાસકાંઠા અંબાજી ખાતે આગામી ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ પોષ સુદ-૧૫ના રોજ અંબાજી માતાજીના પ્રાગોટયોત્સવની ઉજવણી કરવામાં આવશે
ચાચર ચોકમાં મહાશકિત યાગનું કરાશે આયોજન, યાગમાં ૧૦૧ હવન કુંડ/ પાટલા નોધાવા માટે માઈ ભક્તોને ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવી છે
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ સુદ-૧૫ એટલે કે માતાજીનો પ્રાગોટયોત્સવ યોજાનાર છ, જેને શાકંભરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે.
માતાજીના પ્રગોટયોત્સવ નિમિત્તે દરવર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન કરવામાં આવેલ છે. આ યાગમાં ભાગ લેવા ઈચ્છુક માઈભકતોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. યાગમાં ૧૦૧ હવન કુંડ/ પાટલા નોધવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઈન્સ્પેકટર કાર્યાલય (મો.૮૭૯૯૬૦૦૮૯૦) ખાતે પોતાનું નામ નોધાવી રૂા. ૧૧૦૦૦/- રોકડ/ચેક/સ્કેનરથી જમાં કરાવી પહોચ મેળવી લેવા દરેક માઈ ભકતોને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प