લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગારનો સફળ પ્રયોગ
સંસ્થાની વિધાર્થિનીઓ અને આસપાસનાં ગામોની મળી ૫૦થી વધુ બહેનો લઈ રહેલ છે લાભ
લોકવિદ્યાલય માઈધારમાં સીવણ કામ તાલીમથી સ્વરોજગારનો સફળ પ્રયોગ થઈ રહ્યો છે. અહીંયા સંસ્થાની વિધાર્થિનીઓ અને આસપાસનાં ગામોની મળી ૫૦થી વધુ બહેનો લાભ લઈ રહેલ છે.
ગોહિલવાડ માટે ગૌરવરૂપ અને અંદરનાં ગામડામાં શિક્ષણ સાથે જીવનની કેળવણી માટે માઈધાર ગામમાં પંડિત સુખલાલજી લોકવિદ્યાલય કાર્યરત છે. આ સંસ્થામાં ભાવનાબેન પાઠકનાનાં માર્ગદર્શન સાથે પાઠ્યક્રમ ઉપરાંત સ્વરોજગાર હેતુ કૌશલ્ય વર્ધન કેન્દ્ર ચાલી રહેલ છે.
જાણીતાં ઉદ્યોગગૃહ પીડીલાઈટ દ્વારા આ સંસ્થામાં સહયોગ મળતો રહ્યો છે, જેમાં અહીંયા રોજગાર સંબંધી આ તાલીમ પ્રાપ્ત થઈ રહેલ છે.
અહીંયા સંસ્થાની વિધાર્થિનીઓ અભ્યાસ વર્ગ સિવાયનાં સમયમાં અને સાથે જ આસપાસનાં ગામોની મળી ૫૦થી વધુ બહેનો લાભ લઈ રહેલ છે. આ બહેનોને સિલાઈ નિષ્ણાત દ્વારા તાલીમ આપવામાં આવે છે, જેમાં ધ્રુવિતાબેન રાઠોડ રહેલ છે.
સંસ્થાનાં જયરાજભાઈ પરમાર તથા એભલભાઈ ભાલિયાનાં સંકલન સાથે આ કૌશલ્ય કેન્દ્રમાં આ બહેનો પોતાનાં પરિવારનાં કપડાં જાતે સિલાઈ કરી રહેલ છે, ઉપરાંત એક વ્યવસાય તરીકે પણ આ તાલીમ ઉપયોગી બની છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प