બનાસકાંઠા થરાદના ખોરડા પ્રાથમિક શાળામાં 74 મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી
"દીકરીની સલામ દેશને નામ' વિષય પર ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા
થરાદના ખોરડા પ્રાથમિક શાળામાં 74મા પ્રજાસત્તાક દિનની શાળા પરિવાર દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવતાં રંગે ચંગે ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી.
' દીકરીની સલામ દેશને નામ' વિષય પર આજના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. જેમાં કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન અર્ચનથી થઈ.ગામના અગ્રણીઓ, શાળાના આચાર્ય તેમજ યુવાનો દ્વારા ભારત માતાની આરતી ઉતારવામાં આવી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સુંદર પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યા. યોગ અને શારીરિક શિક્ષણના ભાગ રૂપે બાળકોએ સંગીતના તાલે લેઝીમ દાવ પ્રસ્તુત કર્યા. રાણી લક્ષ્મીબાઈ વિશે સુંદર એકપાત્રિય અભિનય રજૂ કર્યો, દેશભક્તિ ગીત, વસ્તીવધારાનું હાસ્ય નાટક ,સામાજિક દૂષણોની ઝાંખી દર્શાવતી કવાલી, ગુજરાતી લોકનૃત્ય ગરબો, નાના બાળકોએ હસતા રમતા ગીત પર મનમોહક અભિનય ગીત પ્રસ્તુત કર્યું , અંધેરી નગરી અને ચોપાટ રાજાની સુંદર નાટિકા અને ઘુમર નૃત્ય પારંપરિક વેશભૂષા સાથે રજૂ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ માં ગામ લોકો અને માતાઓ બહેનોએ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
શાળા પરિવારના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા પોતાનું યોગદાન આપ્યું. હતું જેમાં મુખ્ય શિક્ષક દલરામભાઈએ પ્રાસંગિક ઉદબોધન અને શાળાના વિકાસની ગાથા રજૂ કરી હતી.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ વશરામભાઇ પ્રજાપતિએ કરી હતી.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प