નવસારીના પૌરાણિક વીરવાડી મંદિરમાં ભક્તજનોની ભીડ ઉમટી
મંદિર તરફથી માતા પિતા વિનાની દિકરીઓને વિનામુલ્યે ભણાવવામાં આવે છે
મીની સાળંગપુર ગણાતા નવસારીના વીરવાડી મંદિરમાં હનુમાન જયંતીને લઈને સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે. આ સાથે જ આ પૌરાણિક મંદિરમાં મહાપ્રસાદ, રક્તદાન શિબિર, મેડિકલ કેમ્પ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, 45 દિવસ સુધી સતત પ્રાર્થના કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
આ મંદિર પાછળ એક દંત કથા પણ જોડાયેલ છે. આમડપોર ગામના દેસાઈ પરિવારના એક સભ્યને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન આપ્યા. તેમને પાણીના ધરામાંથી લાલ પથ્થરની હનુમાનજીની મૂર્તિ મળી હતી. ત્યારબાદ વિધિવત પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિરની વિશેષતા એ છે કે અહીં હનુમાનજી બાળસ્વરૂપે બિરાજમાન છે. મંદિર પૂર્વાભિમુખ છે, જે દક્ષિણ ભારત અને નવસારીમાં જ જોવા મળે છે. 1982માં પ્રખ્યાત રામકથાકાર મોરારીબાપુના હસ્તે મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.
તો માતાપિતા વિનાની દિકરીઓને વીરવાડી મંદિર થકી વિનામુલ્યે ભાવવામાં પણ આવે છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प