નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ભાગ્યોદય રેસ્ટોરન્ટના માલિકને 50 હજાર રૂપિયાનો દંડ
આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર અને અધિકારીઑ રેસ્ટોરન્ટના કિચનમાં સર્ચ કરતા ઘણી ખામીઓ દેખાઈ
ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે શહેરની ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા કિચનમાં ખામીઓ દેખાતા આ રેસ્ટોરન્ટના માલિકને ૫૦ હજારનો દંડ ફટકારાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ પેટલાદ રોડ પર આવેલી ભાગ્યોદય રેસ્ટોરન્ટ માં નડિયાદ કોર્પોરેશન ના આરોગ્ય વિભાગ એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં રેસ્ટોરન્ટના કિચનમાં થતો સ્મોક માટે કોઈ વેન્ટિલેશન જોવા ના મળ્યું, આ સાથે નડિયાદ મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર અને અધિકારીઑ રેસ્ટોરન્ટના કિચનમાં સર્ચ કરતા ખુલ્લો ખોરાક જોવા મળ્યો. રેસ્ટોરન્ટના કિચનમાં થતો સ્મોક માટે કોઈ વેન્ટિલેશન જોવા ના મળ્યું. કિચન માં રાખેલ ફ્રિજમાં ટેમ્પરેચર મેન્ટેન્ટ નથી કર્યું . આ સાથે રેસ્ટોરન્ટના સ્ટાફનું છેલ્લા એક વર્ષથી હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યુ નથી. આ તપાસ બાદ મહાનગરપાલિકા દ્વારા ભાગ્યોદય રેસ્ટોરન્ટ ના ઓનરને 50 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો, જેથી શહેરની અન્ય હોટેલ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
सहयोग करें
हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प