सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

Gujarat: દિવાળીના દિવસે ગુજરાત સરકારનો ખેડુતો માટે હિતકારી નિર્ણય, ટેકાના ભાવે ખરીદીના રજિસ્ટ્રેશનની અંતીમ તારીખ લંબાવવામાં આવી

સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નોંધણી પ્રક્રિયાની તારીખ લંબાવી દીધી છે. હવે 11 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકશે.

Jashu Bhai Solanki
  • Oct 31 2024 2:24PM

ખેડૂતો માટે દિવાળીના દિવસે જ ખુશીના સમાચાર સામે આવ્યા છે. આજે ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વનો અને હિતકારી નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકારે ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નોંધણી પ્રક્રિયાની તારીખ લંબાવી દીધી છે, એટલે કે હવે ખેડૂતો 11 નવેમ્બર સુધી નોંધણી કરાવી શકશે.

રાજ્ય સરકાર દ્વારા ખેડુતો માટે હિતકારી નિર્ણય કરવામાં આવ્યો છે. આજે દિવાળીના દિવસે ટેકાના ભાવમાં ખરીદી કરવાની નોંધણી પ્રક્રિયાની તારીખ લંબાવવામાં આવી છે. ગુજરાતના ખેડુતોને ખેતીની પેદાશના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન માટે નાફેડનું ઇ સમૃધ્ધિ પોર્ટલ તા. 03-10-2024 થી 31-10-2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. પરંતુ હવે તેમની તારીખ લંબાવી ને 11 નવેમ્બર કરી દેવામાં આવી છે.

રાજ્યનો કોઇ પણ ખેડુત ટેકાના ભાવે ખરીદી કરવાના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી પ્રક્રિયા આગામી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ર્જાય સરકાર દ્વારા ખેડુતો પાસેથ કુલ રુ.7645 કરોડના મુલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી અને રુ.450 કરોડના મુલ્યના 92000 મોટ્રિક ટન સોયાબિન,  રૂ.370 કરોડના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને રૂ. 70 કરોડના મૂલ્યની 8,000 મેટ્રિક ટન મગની મળીને કુલ રૂ. 8,474 કરોડના મુલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીની  ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યના 160 જેટલા ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ તા. 11-11-2024ના રોજથી શરૂ કરવામાં આવશે અને તા. 08-02-2025ના રોજ પૂર્ણ થશે. 


सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार