सुदर्शन के राष्ट्रवादी पत्रकारिता को आर्थिक सहयोग करे

Donation

ઇરાન: ઇરાનમાં કોલસાની ખાણમાં મોટો વિસ્ફોટ 30 મોત, 17 ઘાયલ

મિથેન ગેસ લીકેજના કારણે પૂર્વી ઇરાનમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

Jashu Bhai Solanki
  • Sep 22 2024 3:25PM

લેબનોનમાં ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ પર ઈઝરાયેલના હુમલા વચ્ચે ઈરાનમાં એક મોટી દુર્ઘટના થઈ છે. મિથેન ગેસના લીકેજને કારણે પૂર્વી ઈરાનમાં કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા છે, અને 17 લોકો ઘાયલ થયા છે. ઈરાનના સરકારી મીડિયા અનુસાર ખાણમાં હજુ 24 લોકો ફસાયેલા છે. તેમનું રેસ્ક્યું કામ ચાલુ છે.  

ખાણમાં 70 લોકો કામ કરી રહ્યા હતા..

 સરકારી મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 540 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત તબાસમાં થઈ હતી. શનિવારે મોડી રાત્રે થયેલા પ્રચંડ વિસ્ફોટ બાદ ઇમરજન્સી કર્મચારીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. વિસ્ફોટ સમયે લગભગ 70 લોકો ત્યાં કામ કરી રહ્યા હતા. હજુ ખાણમાં 24 લોકો ફસાયેલા છે.

 રાષ્ટ્રપતિએ સહાયની જાહેરાત કરી

 પ્રાંતીય ગવર્નર મોહમ્મદ જાવેદ કેનાતે સરકારી ટીવીને જણાવ્યું કે 30 લોકાના મૃત્યું થયું છે  અને 17 ઘાયલ થયા. ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને ફસાયેલા લોકોને બચાવવા અને તેમના પરિવારોને મદદ કરવાનો આદેશ આપ્યો. તેમણે એમ પણ કહ્યું કે ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

 ઈરાન ખનિજોથી સમૃદ્ધ છે

 તેલ ઉત્પાદક ઈરાન પણ અનેક પ્રકારના ખનિજોથી સમૃદ્ધ છે. ઈરાન દર વર્ષે લગભગ 3.5 મિલિયન ટન કોલસાનો વપરાશ કરે છે, પરંતુ તે દર વર્ષે તેની ખાણોમાંથી માત્ર 1.8 મિલિયન ટન કોલસો કાઢવામાં સક્ષમ છે. બાકીનો કોલસો આયાત કરવામાં આવે છે.

 અગાઉ ક્યારે ક્યારે થયા અકસ્માતો?

 2013 માં, ઈરાનમાં બે અલગ-અલગ ખાણ અકસ્માતોમાં 11 લોકોએ જીવ ગુમાવ્યો હતો.2009માં અનેક ઘટનાઓમાં 20 કર્મચારીઓના મોત થયા હતા. 2017માં કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં લગભગ 42 લોકો ભોગ બન્યા હતા.

सहयोग करें

हम देशहित के मुद्दों को आप लोगों के सामने मजबूती से रखते हैं। जिसके कारण विरोधी और देश द्रोही ताकत हमें और हमारे संस्थान को आर्थिक हानी पहुँचाने में लगे रहते हैं। देश विरोधी ताकतों से लड़ने के लिए हमारे हाथ को मजबूत करें। ज्यादा से ज्यादा आर्थिक सहयोग करें।
Pay

ताज़ा खबरों की अपडेट अपने मोबाइल पर पाने के लिए डाउनलोड करे सुदर्शन न्यूज़ का मोबाइल एप्प

Comments

संबंधि‍त ख़बरें

ताजा समाचार